ગુરૂગ્રામમાં વરસાદનો કહેર, સેક્ટર-22 માં મોટો અકસ્માત, તળાવમાં અડધો ડઝન બાળકો ડૂબવાની આશંકા
આઇએમડીએ કહ્યું કે પાલમ વેધશાળાએ સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા વચ્ચે 23 મીમી વરસાદ નોંધાયો હતો. લોધી રોડ, રિઝ અને આયાનગર હવામાન કેન્દ્રોમાં ક્રમશ: 36.8 મીમી, 17.3 મીમી અને 25.8 મીમી વરસાદ નોંધાયો છે.
Trending Photos
દિલ્હીમાં રવિવારે વરસાદે 53 વર્ષ જૂનો રેક્રોડ તૂટી ગયો છે. આ વરસાદથી દિલ્હીના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. દિલ્હીવાસીઓને પણ વીકેંડમાં થયેલા વરસાદના લીધે સમસ્યાનો સામનો કરવો પડ્યો પડ્યો. તો બીજી તરફ ગુરૂગ્રામમાં ભારે વરસાદના લીધે સેક્ટ 111 માં મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. તળાવમાં અડધો ડઝન બાળકો ડૂબવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વરસાદી તળાવમાં નહાવા ગયેલા અડધો ડઝન બાળકો ડૂબવાની આશંકા છે. એક બાળકની લાશ તળાવમાંથી મળી આવી છે. બાકી બાળકોની શોધખોળ કરવામાં આવી રહી છે. તમામ બાળકો નજીકની કોલોની શંકર વિહારના રહેવાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સૂચના મળતાં જ પોલીસની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું છે. એક બાળકની લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે. જ્યારે બાકી બાળકોની શોધખોળ ચાલી રહી છે. તળાવની બાહર બાકી બાળકોના કપડાં મળ્યા છે. ઘટનાસ્થળ પર ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે, જે રેસ્ક્યૂ ઓપરેશનમાં છે.
વરસાદના લીધે ઘણી જગ્યાએ પાણી ભરાઇ ગયા છે તો બીજી તરફ ઘણા લોકો ઘરમાંથી બહાર નિકળી શકતા નથી તો બીજી તરફ લોકોને વીકએન્ડ સેલિબ્રેટ કરવામાં પણ સમસ્યા આવી રહી છે. જોકે આ વરસાદથી દિલ્હીના એક્યુઆઇને સુધાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે. સાંજે દિલ્હીનો એક્યૂઆઇ 37 નોંધવામાં આવ્યો હતો જે 'સારી' શ્રેણીમાં આવે છે. સફરદરગંજ વેઘશાળાના અનુસાર સાંજે 5:30 વાગે સમાપ્ત થનાર નવ કલાકના સમયગાળામાં 30.1 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રવિવારે વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.
આઇએમડીએ કહ્યું કે પાલમ વેધશાળાએ સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા વચ્ચે 23 મીમી વરસાદ નોંધાયો હતો. લોધી રોડ, રિઝ અને આયાનગર હવામાન કેન્દ્રોમાં ક્રમશ: 36.8 મીમી, 17.3 મીમી અને 25.8 મીમી વરસાદ નોંધાયો છે.
જાફરપુર, નજફગઢ અને મયૂર વિહારમાં ક્રમશ: 3.5 મીમી, 13.5 મીમી અને 27 મીમી વરસાદ નોંધાયો છે પંદર મીમીથી નીચેના વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. 15 મીમી અને 64.5 મીમી વચ્ચે મધ્યમ અને 64.5 મીમી અને 115.5 મીમી વચ્ચે ભારે જ્યારે 115.6 મીમી અને 204 .4 મીમી વચ્ચે અતિભારે. તો બીજીતરફ 204.4 મીમીથી વધુ વરસાદને અતિ થી અતિભારે ગણવામાં આવે છે.
નગર નિગમ અને પીડબ્લ્યૂડીના અધિકારીઓના અનુસાર જે સ્થળો પર પાણી ભરાવવાની સમસ્યા થઇ તેમાં આનંદ વિહાર, વજીરાબાદ, આઇએનએ બજાર અને મહરૌલી-બદરપુર રોડ, તુગલકાબાદ, સંગમ વિહાર, કિરારી, રોહતક રોડ, વિકાસ માર્ગ, જખીરા પાસે નફજગઢ, મહિપાલપુર અને રંગપુરી સામેલ છે. લોકોએ સોશિયલ મીડિયા પર વરસાદ અને પાણી ભરાવવાના ફોટા પોસ્ટ કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે