રૂસ માટે રવાના થયા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા અને રણનીતિક ભાગીદારી પર કરશે ચર્ચા

રક્ષામંત્રી મોસ્કોમાં આયોજિત વિજય દિવસ પરેડ (Victory Day Parade)માં ભાગ લેશે. આ પરેડ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયતની જીતની 75મી વર્ષગાંઠના અવસરે યોજાઇ રહી છે.

રૂસ માટે રવાના થયા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા અને રણનીતિક ભાગીદારી પર કરશે ચર્ચા

નવી દિલ્હી: LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે રક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે રૂસ રવાના થયા છે. ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારી પર ચર્ચા થવાની સંભાવના છે. રક્ષામંત્રી મોસ્કોમાં આયોજિત વિજય દિવસ પરેડ (Victory Day Parade)માં ભાગ લેશે. આ પરેડ બીજા વિશ્વ યુદ્ધમાં જર્મની પર સોવિયતની જીતની 75મી વર્ષગાંઠના અવસરે યોજાઇ રહી છે. આ પરેડ પહેલાં 9 મેના રોજ આયોજિત થવાની હતી. પરંતુ કોરોનાના કારણે તેને ટાળી દેવામાં આવી હતી. 

— Rajnath Singh (@rajnathsingh) June 22, 2020

રૂસ રવાના થતાં પહેલાં રક્ષા મંત્રીએ ટ્વિટ કરતાં લખ્યું ''રૂસની યાત્રા દરમિયાન ભારત-રૂસ વચ્ચે રક્ષા અને રણનીતિક ભાગીદારીને મજબૂત કરવાને લઇને વાતચેત થશે. હું મોસ્કોમાં 75મી વિકટરી પરેડમાં પણ સામેલ થઇશ.'' 

રૂસના રાજદૂત નિકોલે કુદાશેવએ ટ્વિટ કર્યું ''હું સામરિક ભાગીદાર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહની સુરક્ષિત યાત્રા માટે કામના કરું છું, જે સોમવારે મોસ્કો માટે રવાના થઇ રહ્યા છે. જ્યાં તે 24 જૂનના રોજ ગ્રેટ વિક્ટરી ડે સૈન્ય પરેડને સાક્ષી બનાવશે. 

— Nikolay Kudashev (@NKudashev) June 20, 2020

રાજનાથ સિંહ સાથે રક્ષા સચિવ અજય કુમાર પણ ગયા છે. ભારત એસ-400 ટ્રાયમ્ફ એન્ટી મિસાઇલ સિસ્ટમની ડિલીવરીમાં તેજી લાવવા માટે રૂસ પર દબાણ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news