વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.
વડોદરામાં દારૂની મહેફિલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ

રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.

વડોદરાની સુમનદિપ હોસ્ટેલમાં રહી નોકરી અભ્યાસ કરતા યુવાન-યુવતીઓ દારૂનિ મેહફિલ માણતા ઝડપાયા છે. આમોદરના શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે આ દારૂની મેહફિલ યોજાઈ હતી. જો કે, સાસાયટીના રહિશોએ બાતમી આપતા વાઘોડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં યુવતીઓ અને યુવકો મળીને કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે રૂમમાંથી ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની 6 ખાલી બોટલ તેમજ ગ્લાસ જપ્ત કર્યા હતા.

જો કે, સુમનદિપ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલમાં પકડવામાં આવેલા વિદ્યાર્થીઓને ગણતરીના કલાકોમાં પોલીસે જામીન આપ્યા. 24 કલાક પણ પૂરા થયા નથી તે પહેલા આ વિદ્યાર્થીઓને જામીન આપવામાં આવ્યા છે. દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાતા વાઘોડિયા પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે. પોલીસે મહેફિલ માણતા વિદ્યાર્થીઓને મીડિયાથી બચાવવાનો પ્રયાસ કર્યો છે.

તો બીજી તરફ વડોદરાના પાદરાના ડભાસામાં પાદરા પોલીસ દ્વારા 13 જેટલા દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરાઓ ઝડપાયા છે. પાદરા પોલીસે 13 નબીરાઓ સાથે મોંઘાડાટ વાહનો સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news