સરહદ વિવાદ પર આક્રમક થયા રાજનાથ સિંહ, ચીની રક્ષામંત્રીને મુલાકાતમાં આપી ચેતવણી


ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહે  રૂસમાં ચીની રક્ષામંત્રી વેઇ ફેંઘ સાથે મુલાકાત કરી હતી. 
 

સરહદ વિવાદ પર આક્રમક થયા રાજનાથ સિંહ, ચીની રક્ષામંત્રીને મુલાકાતમાં આપી ચેતવણી

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ચીનને સખત અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે, પૂર્વી લદ્દાખમાં તણાવનું એકમાત્ર કારણ ચીની સૈનિકોનું આક્રમક વલણ છે અને આમ ચાલતું રહ્યું તો ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છે. તેમણે રૂસની રાજધાની મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી જનરલ વેઇ ફેંઘે (General Wei Fenghe) સાથે થયેલી વાતચીત દરમિયાન આ સંદેશ આપ્યો છે. 

રાજનાથે ચીનની આ હરકતો પર વ્યક્ત કર્યો વિરોધ
રક્ષામંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, રક્ષા મંત્રીએ (વાતચીત દરમિયાન) ચીની સૈનિકોની કાર્યવાહીઓ, તેનો આક્રમક વ્યવહાર અને દ્વિપક્ષીય સંધિઓનું ઉલ્લંઘન કરતા જમીની સ્થિતિને એકતરફી બદલવાના પ્રયાસના મુદ્દે ભાર આપ્યો હતો. તેમણે સરહદ પર ચીન તરફથી મોટી સંખ્યામાં સૈનિકો મોકલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. 

— ANI (@ANI) September 5, 2020

અમારા ઇરાદાને લઈને કોઈ ભ્રમમાં ન રહે ચીન
શંઘાઈ સહયોગ સંગઠન  (SCO)ની બેઠકથી ઇતર ભારત-ચીનના રક્ષા મંત્રીઓ વચ્ચે થયેલી વાતચીતને લઈને ટ્વીટર પર આપવામાં આવેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, ભારત સરહદ મેનેજમેન્ટ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે અને નિભાવતું રહેશે, પરંતુ પોતાની સંપ્રભુતા અને અખંડતા સાથે કોઈ સમજુતી કરશે નહીં. એક ટ્વીટમાં કહેવામાં આવ્યું, 'રક્ષામંત્રીએ કહ્યુ કે, સરહદ મેનેજમેન્ટ પ્રત્યે ભારતીય સૈનિકોનું વલણ હંમેશાથી ખુબ જવાબદારી ભર્યું રહ્યું છે, પરંતુ ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાને લઈને કોઈ શંકા ન હોવી જોઈએ.'

આક્રમક વ્યવહારને છોડીને શાંતિની ઈચ્છા કરી શકે છે ચીન
રક્ષા મંત્રીએ ચીનને સલાહ આપી કે જો ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતાની આશા કરે છે તો તેણે એવો વ્યવહાર કરવો જોઈએ જેનાથી બંન્ને વચ્ચેના મતભેદ ક્યારેય વિવાદનું રૂપ ન લઈ શકે. રક્ષામંત્રી કાર્યાલયે પોતાના નિવેદનમાં કહ્યું, રક્ષામંત્રીએ કહ્યુ કે, બંન્ને પક્ષોના (બંન્ને દેશોના) નેતાઓની વચ્ચે બનેલી સહમતિ અનુસાર પગલા ભરવા જોઈએ કારણ કે દ્વિપક્ષીય સંબંધોમાં આગળ વધવા માટે ભારત-ચીન સરહદ પર શાંતિ અને સ્થિરતા જરૂરી છે. તેથી બંન્ને પક્ષોએ પોતાના મતભેદને વિવાદનું રૂપ ન આપવું જોઈએ. 

તણાવ ઓછો કરવાની દિશામાં ભારતની સાથે કામ કરે ચીન
આગળ કહેવામાં આવ્યું છે, 'રક્ષા મંત્રીએ સલાહ આપી છે કે પેન્ગોંગ ઝીલ સહિત સંઘર્ષ વાળા તમામ વિસ્તારમાંથી જલદી સૈનિકોને હટાવવાની દિશામાં ચીને ભારતની સાથે મળીને કામ કરવું જોઈએ. સાથે દ્વિપક્ષીય સંધી અને પ્રોટોકોલ્સ પ્રમાણે સરહદ પર તણાવ ઓછો કરવો જોઈએ.' રક્ષા મંત્રીએ કહ્યું કે, હાલની સ્થિતિનો જવાબદારીપૂર્વક ઉકેલ લાવવો જોઈએ અને કોઈ પક્ષે આગળ આવી કાર્યવાહી ન કરવી જોઈએ જેનાથી સ્થિતિ વધુ પેચિદી બને અને સરહદી વિસ્તારમાં તણાવ વધી જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news