PM મોદીને મળ્યો સુપરસ્ટાર રજનીકાંતનો સાથ, 'આ' મહત્વના મુદ્દે કર્યું સમર્થન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી સાઉથના સુપરસ્ટાર ગણાતા અને સ્ટારમાંથી નેતા બનેલા રજનીકાંતનું સમર્થન મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એકવાર ફરીથી સાઉથના સુપરસ્ટાર ગણાતા અને સ્ટારમાંથી નેતા બનેલા રજનીકાંતનું સમર્થન મળ્યું છે. એકબાજુ જ્યાં તામિલનાડુની બધી પાર્ટીઓ આ મુદ્દે પીએમ મોદીની વિરુદ્ધમાં છે. ત્યાં તામિલનાડુના રાજકારણમાં ડગ ભરવા જઈ રહેલા રજનીકાંતે પીએમ મોદીનું સમર્થન કર્યુ છે. 'વન ઈન્ડિયા વન ઈલેક્શન'ના મુદ્દે રજનીકાંતે કેન્દ્રનું સમર્થન કર્યું છે. ચેન્નાઈમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન રજનીકાંતે કહ્યું કે વન ઈન્ડિયા વન ઈલેક્શનનો વિચાર સારો છે, તેનાથી સમય અને પાર્ટીઓનો પૈસા પણ બચશે.
તેમણે 2019માં ચૂંટણીમાં ભાગ લેવા અંગે કહ્યું કે લોકસભાની ચૂંટણી લડવાનો ફેંસલો પછી લેવાશે. આ અગાઉ રજનીકાંતે કહ્યું હતું કે તે આગામી વિધાનસભા ચૂંટણી લડશે. રજનીકાંત પાસે જ્યારે અમિત શાહના તે સવાલનો જવાબ માંગવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું હતું કે તામિલનાડુમાં ભ્રષ્ટાચાર ખુબ વધી ગયો છે તો તેઓ ટાળી ગયા હતાં.
I support One Nation One Election. This will save money and time: Rajinikanth in Chennai #TamilNadu pic.twitter.com/kQw516MfSK
— ANI (@ANI) July 15, 2018
રજનીકાંતે કહ્યું કે તે અમિત શાહનો દ્રષ્ટિકોણ છે. મીડિયાએ આ સવાલ તેમને પૂછવો જોઈએ. રજનીકાંતે ચેન્નાઈ અને સલેમ વચ્ચે બનનારા 8 લેનના એક્સપ્રેસ વે અંગે કહ્યું, તેમાં મોટું રોકાણ કરવામાં આવશે. જો કે તેમણે કહ્યું કે સરકારે આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી કૃષિ ભૂમિ લેવી જોઈએ. આ ઉપરાંત જમીનના માલિકને એટલા રૂપિયા મળવા જોઈએ કે તે ખુશ રહે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે