ગોલ્ડન બૂટની રેસમાં કેન સૌથી આગળ, પડકાર આપી શકે છે આ દિગ્ગજ

2018 ફીફા વર્લ્ડ કપમાં તેવા કેટલાક દિગ્ગજ ફુટબોલ ખેલાડી છે, જેની વચ્ચે આ એવોર્ડને પોતાના નામે કરવાની હોડ લાગેલી છે.

ગોલ્ડન બૂટની રેસમાં કેન સૌથી આગળ, પડકાર આપી શકે છે આ દિગ્ગજ

મોસ્કોઃ ફીફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે વિશ્વભરના સ્ટાર ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ રહી છે. 

2018 ફીફા વર્લ્ડ કપમાં તેવા કેટલાક દિગ્ગજ ફુટબોલ ખેલાડી છે, જેની વચ્ચે આ એવોર્ડને પોતાના નામે કરવાની હોડ લાગેલી છે. હાલમાં ગોલ્ડન બૂટ એવોર્ડ જીતવાની દોડમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન સૌથી આગળ છે. કેને આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ગોલ કર્યા છે. 

હેરી કેનના 6 ગોલને પડકાર આપવું મુશ્કેલ કામ છે, પરંતુ અસંભવ નથી. ફ્રાન્સના દિગ્ગજ ફુટબોલર એન્ટોનિયો ગ્રીજમૈન અને યુવા સ્ટાર કાઇલિયાન એમ્બાપ્પે જો ફાઇનલમાં ત્રણ ગોલ કરે છે તો તેની પાસે આ તક હશે. 

એક નજર કરીએ આ ટૂર્નામેન્ટમાં હાલમાં ક્યો સ્ટાર ફુટબોલર ગોલ્ડન બૂટની દોડમાં સૌથી આગળ છે. 

ફીફા વર્લ્ડ કપ 2018 કોના કેટલા ગોલ

1. હેરી કેન (ઈંગ્લેન્ડ) - 6 ગોલ

2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) - 4 ગોલ

3. ડેનિસ ચેરિશેવ (રૂસ) - 4 ગોલ

4. રોમેલુ લુકાકૂ (બેલ્જિયમ)- 4 ગોલ

5. એન્ટોનિયો ગ્રીજમૈન (ફ્રાન્સ) - 3 ગોલ

6. આર્ટેમ ડેજુબા (રૂસ) - 3 ગોલ

7. ડિએગો કોસ્ટા (સ્પેન) - 3 ગોલ

8. ઈડન હેજર્ડ (બેલ્જિયમ) - 3 ગોલ

9. એડિસન કવાની (ઉરુગ્વે) - 3 ગોલ

10. કાઇલિયાન એમ્બાપ્પે (ફ્રાન્સ) - 3 ગોલ

11. યેરી મીના (કોલંબિયા) - 3 ગોલ

આખરી 4 વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ વિનર

વર્લ્ડ કપ 2014: જેમ્સ રોડ્રિગેજ (કોલંબિયા) - 6 ગોલ

વર્લ્ડ કપ 2010: થોમસ મુલર (જર્મની) - 5 ગોલ

વર્લ્ડ કપ 2006: મિરોસ્લાવ ક્લોજ (જર્મની) - 5 ગોલ 

વર્લ્ડ કપ 2002: રોનાલ્ડો (બ્રાઝીલ) - 8 ગોલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news