'નકામા' પાયલટ સાથે ગેહલોતનો મિલાપ, હવે કહ્યું- 'અપને અપને હોતે હૈ'

રાજસ્થાન (Rajasthan)માં લગભગ એક મહિના સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ સીએમ અશોક ગેહલોત (Ashok Gahlot) એ ગુરૂવારે 'સચિન પાયલટ (Sachin Pilot) સાથે મિલાપ કરી લીધો. પહેલાં જેને તેમણે નકામો અને નકારી કાઢ્યા હતા.

'નકામા' પાયલટ સાથે ગેહલોતનો મિલાપ, હવે કહ્યું- 'અપને અપને હોતે હૈ'

જયપુર: રાજસ્થાન (Rajasthan)માં લગભગ એક મહિના સુધી ચાલેલા રાજકીય ડ્રામા બાદ સીએમ અશોક ગેહલોત (Ashok Gahlot) એ ગુરૂવારે 'સચિન પાયલટ (Sachin Pilot) સાથે મિલાપ કરી લીધો. પહેલાં જેને તેમણે નકામો અને નકારી કાઢ્યા હતા. આજે તે સચિન પાયલટને ફોન કરીને કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકમાં સામેલ થવા માટે નિમંત્રિત કર્યા. ત્યારબાદ સચિન પાયલટ (Sachin Pilot) જયપુરમાં સીએમના નિવાસ સ્થાને પહોંચ્યા અને અશોક ગેહલોત સહિત બાકી નેતાઓ સાથે હાથ મિલાવ્યો. સચિન પાયલટ (Sachin Pilot) પરત ફરતા ખુશ અશોક ગેહલોતકહ્યું કે પાર્ટી હવે બધુ ઠીક થઇ ગયું છે. 

ધારાસભ્ય દળને સંબોધિત કરતાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે અમે પોતે વિશ્વાસનો પ્રસ્તાવ લાવીશું. તેમણે કહ્યું કે જે વાતો થઇ તેને ભૂલી જાવ. અમે 19 ધારાસભ્યો વિના પણ બહુમત સાબિત કરી દેતા પરંતુ તે ખુશી ન થાત. તેમણે કહ્યું કે 'પોતાના તે પોતાના હોય છે.'

તમને જણાવી દઇએ કે રાજ્સ્થાનમાં શુક્રવારે વિધાનસભા સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખતાં ગુરૂવારે ભાજપની એક મહત્વપૂર્ણ બેઠક થઇ. આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પણ સામેલ થયા. જ્યારે કેન્દ્રીય નેતૃત્વની તરફથી પ્રતિનિધિએ પણ બેઠકમાં ભાગ લીધો. 

આ બેઠકમાં આવતીકાલે રાજસ્થાન વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કટારિયાએ કહ્યું કે બેઠકમાં ધારાસભ્યોને અવિશ્વાસ પ્રસ્તાવ પર સહી પણ કરાવી લેવામાં આવી છે. ગુલાબચંદ કટારિયાએ કહ્યું કે ધારાસભ્ય દળની બેઠકમાં 71  ધારાસભ્ય સામેલ હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલપીના ત્રણ ધારાસભ્ય પણ તેમાં હાજર હતા. 
 
રાજસ્થાનમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, ગેહલોતને મળવા પહોંચ્યા સચિન પાયલટ

તમને જણાવી દઇએ કે સચિન પાયલટે લગભગ એક મહિના પહેલાં બગાવત કરી હતી. તે લગભગ 20 ધારાસભ્યોને લઇને ગુડગાવ જતા રહ્યા હતા. ત્યારબાદ સચિન પાયલટે કહ્યું હતું કે અશોક ગેહલોત સરકાર અલ્પમતમાં આવી ગઇ છે. તેમની સાથે લગભગ 30 ધારાસભ્ય છે. ત્યારબાદ રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તેનાથી નારાજ અશોક ગેહલોતે સચિનને નકામા કહ્યા હતા. ઘણા નેતાઓએ સચિનને ભાજપના ગણાવ્યા હતા. જોકે સચિન પાયલટ સતત કહેતા રહ્યા છે કે તે ભાજપમાં જોડાશે નહી. તે કોંગ્રેસમાં જ છે અને રહેશે. 

સચિન પાયલટ સાથે કોંગ્રેસ હાઇકમાન્ડની મુલાકાત થઇ. સમસ્યાઓને ઉકેલવાનું આશ્વાસન મળ્યા બાદ સચિન પાયલટ ફરી એક મહિના બાદ જયપુર પરત ફર્યા. ત્યારબાદ અશોક ગેહલોતે તેને લઇને કહ્યું કે ભૂલો અને માફ કરો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news