રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2018 : વસુંધરા રાજે માટે યોગી આદિત્યનાથ બન્યા ટ્રંપ કાર્ડ?
ભાજપના પ્રચાર અભિયાન પર નજર નાંખીએ તો આ વખતની સ્થિતિ જોતાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ રાજસ્થાનના ચૂંટણી જંગમાં વસુંધરા માટે ટ્રંપ કાર્ડ સાબિત થઇ શકે એમ છે. 23થી 30 સુધી આદિત્યનાથ રાજસ્થાનમાં જ રહેશે અને અંદાજે 21થી વધુ સભાઓ સંબોધન કરવાના છે. જરૂર પડે આ સંખ્યા વધી પણ શકે છે.
Trending Photos
જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી જંગ જીતવા માટે ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને લોભાવવા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ સંજોગોમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાશ રાજસ્થાનની ભાજપ સરકાર માટે ટ્રંપ કાર્ડ સાબિત થઇ શકે એમ છે. 23થી 30 સુધી આદિત્યનાથ રાજસ્થાનમાં જ રહેશે અને અંદાજે 21થી વધુ સભાઓ સંબોધન કરવાના છે. જરૂર પડે આ સંખ્યા વધી પણ શકે છે.
રાજસ્થાનના રાજકીય દંગલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓએ કમરકસી છે. કોંગ્રેસ કોઇ પણ કિંમતે અહીં સરકાર બનાવવા ઇચ્છે છે તો સામે પક્ષે ભાજપ સત્તા ટકાવી રાખવા ઇચ્છે છે. છેલ્લા એક મહિનાથી કોંગ્રેસના સચિન પાયલોટ, અશોક ગેહલોત અને રાહુલ ગાંધીની ટીમ અહીં કોંગ્રેસ તરફી માહોલ બનાવવા માટે મચી પડી છે. આ સંજોગોમાં ભાજપ તરફથી પ્રચારની કમાન વસુંધરા રાજેએ ખુદ સંભાળી છે. જોકે ભાજપનો એક એવો ચહેરો અહીં છે જે વસુંધરા માટે ટ્રંપ કાર્ડ સાબિત થઇ શકે એમ છે.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનને જાણે પોતાનું બીજુ ઘર બનાવ્યું હોય એ રીતે અહીં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદારોને ભાજપ તરફે કરવા પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં પ્રચારમાં છે. જોકે યોગીની રેલીઓ વધુ આયોજિત કરવામાં આવી છે.
કેમ યોગીને સોંપાઇ જવાબદારી?
યોગી આદિત્યનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી હોવાની સાથોસાથ નાથ સંપ્રદાયના સૌથી મોટા મહંત છે. રાજસ્થાનની મોટી વસ્તી પર નાથ સંપ્રદાયનો પ્રભાવ છે. નાથ સંપ્રદાયની સત્તાવાર વેબ સાઇટના અનુસાર રાજસ્થાનમાં હાલમાં 46 મોટા મઠ છે. આ મઠોમાં ચૂરૂ, સીકર, ઝુંઝુંનુ, મંડી, મંડાવા, હનુમાનગઢ, બિકાનેર, રતનગઢ, જયપુર સહિત અન્ય જિલ્લામાં નાથ સંપ્રદાયનો પ્રભાવ છે. ઉપરાંત કહેવાય છે કે, નાથ સંપ્રદાયનો ઓબીસી પર પણ ખાસ પ્રભાવ છે. નાથ સંપ્રદાય દ્વારા ઘણા ખરા વિસ્તારોમાં ઘણા સામાજિક કાર્ય કરાયા છે. યોગી આદિત્યનાથ નાથ સંપ્રદાયના સૌથી મોટા મહંત છે. એવામાં ભાજપનું માનવું છે કે જો યોગી અહીં વાત કરશે તો નાથ સંપ્રદાય સાથે જોડાયેલા લોકો પર એની સીધી અને સારી અસર પડશે.
રોજ ત્રણથી વધુ સભાઓ
23 નવેમ્બર : રામગંજ મંડી, સાંગોદ, કોટા દક્ષિણ
24 નવેમ્બર : પાલી, સોજાત, મારવાડ જંક્શન
25 નવેમ્બર : ભીનમાલ, સાંચોર, રાનીવાડા
26 નવેમ્બર : શાહપુર (જયપુર), ફ્લેરા, ચૌમું
27 નવેમ્બર : કુંભલગઢ, નિમ્બાહેડા
28 નવેમ્બર : પિલાની, સૂરજગઢ
29 નવેમ્બર : જહાજપુરા, માંડલગઢ
30 નવેમ્બર : અલવર શહર, કિશનપોલ, મુંડાવર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે