ખુશ ખબર : જનતા માટે સારા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો

કાચા તેલના ભાવ 63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેની સીધી અસર ઘરેલુ સ્તર પર જોવા મળશે. હકીકતમાં, ઓક્ટોબરમાં કાચા તેલ 86 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતું. તે ક્રુડના 4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર હતું. પરંતુ અમેરિકા, સાઉદી અરબ અને રશિયામાં સપ્લાય વધવાતી કાચા તેલાન ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

ખુશ ખબર : જનતા માટે સારા સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો

નવી દિલ્હી : આગામી દિવસોમાં સામાન્ય નાગરિકોને મોટા ખુશીના સમાચાર મળી શકે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. હકકીતમાં, કાચા તેલના ભાવ 63 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ચૂક્યા છે. આ જ કારણ છે કે તેની સીધી અસર ઘરેલુ સ્તર પર જોવા મળશે. હકીકતમાં, ઓક્ટોબરમાં કાચા તેલ 86 ડોલર પ્રતિ બેરલના સ્તર પર હતું. તે ક્રુડના 4 વર્ષના ઉચ્ચતમ સ્તર પર હતું. પરંતુ અમેરિકા, સાઉદી અરબ અને રશિયામાં સપ્લાય વધવાતી કાચા તેલાન ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેમાં હજી વધુ ઘટાડો થવાની શક્યતા છે.

રૂપિયાની મજબૂતીથી થશે ફાયદો
કાચા તેલના ભાવમાં ઘટાડો થવાથી રૂપિયાને મજબૂતી મળી છે. લાંબા સમયથી રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે. હવે રૂપિયામાં મજબૂતીનો ટ્રેડ શરૂ થયો છે. નવેમ્બરમાં એમર્જિંગ માર્કેટ્સની કરન્સમીં રૂપિયાનું પ્રદર્શન સૌથી સારું રહ્યું. ડોલરના મુકાબલે રૂપિયામાં 2.79 ટકા મજબૂતી આવી છે. ભારતીય કરન્સી રૂપિયો હાલ ડોલરના મુકાબલે 71.18 પર છે. 

1 મહિનામાં સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક આવેલી તેજી બાદ ગત 1 મહિનામાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 17 ઓક્ટોબર બાદથી પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાનુઁ શરૂ થયું. હવે પેટ્રોલમાં 6.45 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. તો ડીઝલમાં પણ 4.42 રૂપિયા પ્રતિ લીટર ઘટાડો થયો છે. ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 76.38 રૂપિયા અને ડીઝલનો 71.27 રૂપિયા પ્રતિ લીટર હતો. 

વધુ સસ્તુ થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ
સરકારી કંપનીઓએ અત્યાર સુધી કાચા તેલના ભાવમાં ઘટાડાના ફાયદો સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યો છે. જો આગળ કાચુ તેલ વધુ સસ્તુ થયું, તો ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવ ક્રુડના ગત 15 દિવસોના ઈન્ટરનેશનલ પ્રાઈસના એવરેજ અને એક્સચેન્જ રેટ પર નક્કી થાય છે. 

— Donald J. Trump (@realDonaldTrump) November 21, 2018

ડોનાલ્ડ ટ્રમ્પે પણ સંકેત આપ્યા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પેટ્રોલ-ડીઝલ વધુ સસ્તુ થવાના સંકેત આપ્યા છે. હકીકતમાં, બુદવારે ટ્રમ્પે એક ટ્વિટમાં સાઉદી અરબનો આભાર માનતા કહ્યું કે, ક્રુડના ભાવ નીચે લઈ જવા માટે આભાર. પરંતુ તેને હજી ઓછા કરવાના છે. નીચા સ્તર સુધી લઈ જવાના છે. ટ્રમ્પની આ ટ્વિટથી સ્પષ્ટ થાય છે કે, અમેરિકા અને સાઉદી અરબ સપ્લાય વધારવાનું ચાલુ રાખશે. તેનાથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડના ભાવ વધુ નીચા જવાની શક્યતા છે. આવામાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થઈ શકે છે. 

સાઉદી અરબ નહિ ઘટાડે ઉત્પાદન
ટ્રમ્પની આ ટ્વિટ બાદ પણ એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે કે, સાઉદી અરબ આગામી દિવસોમાં ઉત્પાદન ઓછું નહિ કરે. તેનાથી સપ્લાય બંધ નહિ થાય. જોકે, OPEC સદસ્યો અને તેમના સહયોગીઓએ ઉત્પાદન ઘટાડવા પર ફરીથી વાતચીત શરૂ કરી દીધી છે. પરંતુ OPECના લીડર સાઉદી અરબ જો ઉત્પાદન ઘટાડવા પર સહમત નહિ થાય, તો ક્રુડના ભાવ વધશે નહિ.

Petrol-Diesel Price likely to cheaper more

વિદેશી ઈન્વેસ્ટર્સનો ભરોસો વધ્યો
એક મહિનામાં કાચા તેલના ભાવ 17 ટકા તૂટી ચૂક્યા છે. આ ઉપરાંત રૂપિયામાં પણ મજબૂતી આવી છે. ડિસેમ્બર અંતર સુધી રૂપિયો ફરીથી 68/ડોલરના સ્તર પર પહોંચી શકે છે. આવામાં વિદેશી ઈન્વેસ્ટર્સનું વલણ ફરીથી ભારત તરફ વધ્યું છે. સીનિયર એનાલિસ્ટ અરુણ કેજરીવાલના જણાવ્યા અનુસાર, ઈન્વેસ્ટર્સનો ભરોસો પરત આવ્યો છે. તેમને લાગે છે કે, તેલના ભાવ ઘટવાથી ચાલુ ખાતાનુ નુકશાન સ્થિર રહેશે. સાથે જ ભારતીય કંપનીઓના ત્રિમાસિક પરિણાઓમે પણ પોઝીટિવ સંકેત આપ્યા છે. 

54 ડોલર સુધી આવી શકે છે ક્રુડ
અમેરિકા અને સાઉદી અરબની જુગલબંદી જો આવી જ રહી તો ક્રુડના ભાવ 54 ડોલર પ્રતિ બેરલ સુધી નીચે આવી શકે છે. આવામાં રશિયા ઈચ્છે છે કે, ક્રુડના ભાવ સ્થિર કરવામાં આવે અને 73 ડોલરની આસપાસ રાખવામાં આવે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ તેલના ભઆવને 54 ડોલર સુધી લઈ જવાના પક્ષમાં છે. સાઉદી અરબ પણ અમેરિકાના પક્ષમાં દેખાઈ રહ્યું છે. આવામાં પેટ્રોલ-ડીઝલમાં 4-5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news