રાજસ્થાન BJPમાં બળવો, ટિકિટ કપાતા 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી, 3 મંત્રી પણ ફિરાકમાં

ભાજપથી 5 વખતના ધારાસભ્ય રહી ચુકેલા સુરેન્દ્ર ગોયલે ભાજપ છોડીને અપક્ષ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ કરી લીધી છે

રાજસ્થાન BJPમાં બળવો, ટિકિટ કપાતા 3 ધારાસભ્યોએ પાર્ટી છોડી, 3 મંત્રી પણ ફિરાકમાં

જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી ( BJP)નાં ઉમેદવારની પહેલી યાદી ઇશ્યું થયા બાદથી પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલુ થઇ ચુક્યો છે, કારણ કે અનેક દિગ્ગજ નામ ચૂંટણી માટે એક ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા. રાજ્ય સરકારમાં મંત્રી સુરેન્દ્ર ગોયલે રાજસ્થાન એકમ અધ્યક્ષ મદનલાલ સૈનીને રાજીનામું મોકલી આપ્યું છે. ગોયલે રાજીનામામાં જણાવ્યું કે, તેઓ ભાજપની પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી રહ્યા છે. તેઓ ભાજપથી પાંચ વખત ધારાસભ્ય રહી ચુક્યા છે. 

તેમણે કહ્યું કે, તેઓ આગામી ચૂંટણીમાં જયતરણ સીટથી અપક્ષ ઉમેદવાર મેદાનમાં ઉતરશે. નાગૌરના ધારાસભ્ય હબીબપુર રહેમાને પણ પાર્ટી છોડી દીધી છે. તેઓ કોંગ્રેસનો હિસ્સો બની શકે છે. ભાજપના પૂર્વ મહાસચિવ કુલદીપ ધનકડે સોમવારે ચૂંટણીમાંઉપેક્ષીત કરવામાં આવ્યા બાદ પાર્ટી છોડી દીધી. તેમના અનુસાર તેઓ વિરાટ નગરથી અપક્ષ ચૂંટણી લડી શકે છે. અને તેમણે જોર આપીને કહ્યું કે, ભાજપ દ્વારા તેમના સ્થાન પર ઉભા કરવામાં આવ્યા ઉમેદવાર ખરાબ વિકલ્પ છે. 

સ્વાસ્થય મંત્રી કાલી ચરણ સરાફ, પરિવહન મંત્રી યૂનુસ ખાન અને ઉદ્યોગ મંત્રી રાજપાલ સિંહ શેખાવતનું નામ પણ ઉમેદવારોની યાદીમાં નથી અને આશંકા છે કે તેઓ પણ ભાજપ સાથે છેડો ફાડી શકે છે. બીજી તરફ ભાજપનાં રાજસ્થાન ચૂંટણી પ્રભારી અવિનાશ રાય ખન્નાએ આઇએએનએસને જણાવ્યું કે, મતભેદને સમાપ્ત કરવા માટે જે થઇ શકે છે પાર્ટી કરશે. 

તેમણે કહ્યું કે, મતભેદને દુર કરવા માટે અમે વાતચીતની પ્રક્રિયામાં છીએ. અમારી નેતા તેમને મળવા અને તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેમાંથી કોઇ પાર્ટી નહી છોડવા દઇએ. કોઇ મુસ્લિમ ઉમેદવારે ટીકિટ નહી આપવાનાં સવાલ અંગે તેમણે કહ્યું કે, અમારી અલગ યાદી લંબીત છે અને એકવાર યાદી બહાર આવ્યા બાદ અમે આ મુદ્દે વાત કરીશું. બીજી તરફ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું કે, આ મતભેદો સામે લડવા માટે અમારે સાથે બેસવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news