અચાનક વરસાદથી પલટાયું દિલ્હી-NCRનું વાતાવરણ, પ્રદૂષણ ઘટશે, પણ બીજી સમસ્યા ઉભી થશે
મોસમ વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મંગળવાર અને બુધવારે એટલે કે 13-14 નવેમ્બરના રોજ આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડશે. જેનાથી પ્રદૂષણનું સ્તર નીચું જતુ રહેશે.
Trending Photos
નવી દિલ્હી : વધતા પ્રદૂષણથી પરેશાન દિલ્હી અને એનસીઆરના લોકો માટે આગામી બે દિવસ રાહતના સમાચાર આવી શકે છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, 13-14 નવેમ્બરના રોજ દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ કારણે પ્રદૂષણ ઓછું થઈ શકે છે. પરંતુ સવારના સમયમાં ધુમ્મસનું પ્રમાણ વધી શકે છે. મંગળવારની સવારે ગાઝીયાબાદ અને નોએડામાં મોસમ વિભાગનું આ અનુમાન સાચુ સાબિત થયું હતું અને હળવો વરસાદ શરૂ થઈ ગયો છે.
નિમ્ન સ્તર પર રહેશે પ્રદૂષણ
મોસમ વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, મંગળવાર અને બુધવારે એટલે કે 13-14 નવેમ્બરના રોજ આકાશમાં વાદળો છવાયેલા રહેશે અને હળવો વરસાદ પડશે. જેનાથી પ્રદૂષણનું સ્તર નીચું જતુ રહેશે. બુધવારે 14 નવેમ્બરે પણ હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદથી પ્રદૂષણ તો ઓછું થશે જ, સાથે જ ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. તેના બાદ આગામી બે દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. બુધવારે તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો આવી શકે છે. દિલ્હીના વાતાવરણમાં આ મોટો બદલાવ આવી શકે છે.
હિમાચલમાં બરફવર્ષા
મોસમના બદલાતા મિજાજને કારણે ઊંચા પહાડો પર બરફવર્ષાને પગલે મેદાની વિસ્તારોમાં પણ ઠંડક વધવા લાગી છે. આવામાં હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે બરફવર્ષાની શક્યતા જોતા, ચંબા જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં લોકોને બે દિવસ ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં સોમવારે પરીથી હિમપાત થયો. જેને પગલે નીચા વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. લદ્દાખ પ્રાંતનો રસ્તા સંપર્ક દેશના અન્ય ભાગો સાથે કપાઈ ગયો છે. તો જમ્મુને કાશ્મીરથી જોડતો મુગલ રોજ પણ બંધ કરી દેવાયો છે. મોસમ વિભાગે આગામી 48 કલાક દરમિયાન હિમપાત અને વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
ચક્રવાત ગાજાનો કહેર
બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે ઉઠેલા ચક્રવાત ગાજાથી દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં મોસમ ખરાબ થઈ ગયું છે. ભારતીય મોસમ વિભાગનું કહેવું છે કે, આ કારણે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, રાયલસીમા, આંધ્રપ્રદેશ અને આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં આંધી-તોફાનની સાથે ભારે વરસાદની શક્યતા છે. મોસમ વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી છે. સાથે જ વિભાગે ઊંડા સમુદ્રમાં ગયેલા માછીમારોને તરત પરત ફરવાનું સૂચવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે