Rain Forecast: ઘરેથી બહાર નીકળતા પહેલા જાણો આજે કેવી રહેશે વરસાદની સ્થિતિ, હવામાન વિભાગે કરી નવી આગાહી
Rain Forecast: 30 જૂન સુધી રહેશે વરસાદી વાતાવરણ. મહારાષ્ટ્રમાં 2 દિવસ થઈ શકે છે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. જે રાજ્યોમાં નથી થયો અત્યાર સુધી વરસાદ ત્યાં પણ 2 દિવસમાં સક્રીય થશે ચોમાસું. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
Trending Photos
Rain Forecast: દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર, પશ્ચિમ મધ્ય અને પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે જે રાજ્યોમાં હજુ સુધી મોનસુન એક્ટિવ થયું નથી ત્યાં પણ આગામી બે દિવસમાં ચોમાસુ સક્રિય થઈ જશે. હવામાન વિભાગ એ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે 29 અને 30 જૂનના રોજ મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. સાથે જ દિલ્હી, યુપી સહિત તમામ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો:
સ્કાયમેટ વેધર રીપોર્ટ અનુસાર 29 અને 30 જૂન ના રોજ પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કોંકણ અને ગોવાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય પૂર્વોતર ભારત, બિહાર, છત્તીસગઢ, કેરલ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપમાં પણ હળવો વરસાદ નોંધાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગાણા, અંદમાન નિકોબાર અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પુર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં વરસાદના કારણે આ સ્થિતિ જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે