Odisha Train Accident: ત્રણ ટ્રેનની ટક્કર પહેલા કેવી સ્થિતિ હતી? રેલવેના ચાર્ટથી થઈ ગયો મોટો ખુલાસો

Balasore Train Tragedy: સૂત્રો પ્રમાણે ડાયાગ્રામમાં વચ્ચેની લાઇન યૂપી લાઇન છે, જેના પર શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ આવી રહી હતી. જ્યારે બીજી લાઇન, જેનું નામ ડીએન લાઇન છે, તેના પર બેંગલુરૂ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ક્રોસ કરી રહી હતી. 

Odisha Train Accident: ત્રણ ટ્રેનની ટક્કર પહેલા કેવી સ્થિતિ હતી? રેલવેના ચાર્ટથી થઈ ગયો મોટો ખુલાસો

નવી દિલ્હીઃ Train Accidents in India: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતને લઈને સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. ભારતીય રેલવેની ટ્રેકિંગ સિસ્ટમે બે ટ્રેનો ટકરાતા પહેલાની ક્ષણો વિશે જણાવ્યું છે. આ અકસ્માતમાં 280 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈન્ટરસેક્શન પર રેલવે ટ્રાફિક અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા યાર્ડ લેઆઉટ અથવા ડાયાગ્રામ અકસ્માત સમયે ત્રણ ટ્રેનોની સ્થિતિ દર્શાવે છે.

સૂત્રો પ્રમાણે ડાયગ્રામમાં વચ્ચેની લાઇન યૂપી લાઇન છે, જેના પર શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરો મંડલ એક્સપ્રેસ આવી રહી હતી. જ્યારે બીજી લાઇન, જેનું નામ ડીએન લાઇન છે, તેનાથી બેંગલુરૂ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ ક્રોસ કરી રહી હતી. 

સૂત્રોએ જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, ત્યારબાદ તે સાઇટ ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાયા. આ સિવાય કેટલાક કોચ ડીએન મેન લાઇન પર પડ્યા. ત્યારબાદ બેંગલુરૂ-હાવડા ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના પાટા પરથી ઉતરેલા ડબ્બા સાથે અથડાઈ હતી. 

Odisha Train Accident: तीनों ट्रेनों के टकराने से पहले कैसे थे हालात? रेलवे के चार्ट से हो गया बड़ा खुलासा

શું બોલ્યા એક્સપર્ટ્સ
પરંતુ કેટલાક એક્સપર્ટ તે વાતને લઈને સવાલ ઉઠાવી રહ્યાં છે કે લગભગ કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન લૂપ લાઇન પર ઉભેલી માલગાડી સાથે સીધી ટકરાઈ, જે દ્રશ્યો સામે આવી રહ્યાં છે, તેમાં જોવા મળી રહ્યું છે કે કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડીની ઉપર હતું, જેનાથી લાગે છે કે બંને ટ્રેનો વચ્ચે સીધી ટક્કર થઈ છે. સરકારી સૂત્રો પ્રમાણે દરેક એંગલની તપાસ કરવામાં આવશે, જેમાં મિકેનિકલ એરર, હ્યૂમન એરર અને ષડયંત્ર સામેલ છે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. અકસ્માતમાં ઘાયલ 350 થી વધુ લોકોને જિલ્લાની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઓડિશાની રાજધાની ભુવનેશ્વર અને આસપાસના જિલ્લાઓની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલોને એલર્ટ પર રાખવામાં આવી છે. મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ફસાયા હતા અને સ્થાનિક લોકો ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને તેમને બચાવવામાં મદદ કરી રહ્યા હતા, પરંતુ અંધારાના કારણે ઓપરેશનમાં અવરોધ આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news