આ કરૂણ દ્રશ્યો કાળજું કપાવી નાંખશે! મા-બાપે કહ્યું; 'મારી દીકરીએ જે પગલું ભર્યું તેનાથી અમારી હાલત કફોડી બની'

Banaskatha News: હાથ જોડી આજીજી કરતા માં બાપના દ્રશ્ય કાળજું કપાવી નાખે એવા હતા પણ સમય બદલાયો સ્થિતિ બદલાઈ અને માં બાપ દીકરી આગળ લાચાર બનતા જોવા મળ્યા.

આ કરૂણ દ્રશ્યો કાળજું કપાવી નાંખશે! મા-બાપે કહ્યું; 'મારી દીકરીએ જે પગલું ભર્યું તેનાથી અમારી હાલત કફોડી બની'

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લામાં દીકરીએ પ્રેમમાં અંધ બની માતા-પિતાને ઓળખવાનો ઇનકાર કરતા માં-બાપ હાથ જોડી આજીજી કરતા રહ્યા અને દીકરી પ્રેમી સાથે હાલી નીકળી હોવાનો કિસ્સો દિયોદર તાલુકાના રૈયા ગામે સામે આવ્યો છે, જ્યાં એક દીકરીની કારતૂતના કારણે માતા-પિતા લાચાર બન્યા છે.

દીકરી વ્હાલનો દરિયો કહેવાય છે કાળજાનો કટકો હોય છે અને એ જ કટકો માં-બાપની ઈજ્જત ઉછાળી છૂટી જાય તો માં બાપ પર આભ તૂટી પડે છે. આવી જ ઘટના બની દિયોદરના રૈયા ગામે... માં બાપ કલ્પાંત કરતા રહ્યા, હાથ જોડી આજીજી કરતાં રહ્યા છતાં, પ્રેમમાં અંધ બનેલ દીકરી પ્રેમી સાથે માં બાપને છોડીને જતી રહી. બસ રહી ગયો તો માં-બાપનો કલ્પાંત. પ્રેમ લગ્ન દીકરીએ કર્યા પણ અનેક પરિવાર તૂટવાની દહેશત વચ્ચે માં-બાપની કલ્પાંત રુદન કંપાવી દે તેવી સામે આવી છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો દિયોદરના રૈયા ગામે મજૂરી કરીને પેટિયું રળતા ગરીબ પરિવારે પેટે પાટા બાંધીને વ્હાલસોહી દીકરીને મોટી કરી પણ યુવાનીના ઉંમરે જ માં બાપને છોડી દીકરી ભાગી ગઈ. જોકે અગાઉ દીકરીની સામાજિક રીત રિવાજ મુજબ તેના સગા મોટા ભાઈના સાટામાં સગાઈ કરાઈ હતી, પણ કર્મની કઠનાઈ એ દીકરી વનિતાની જ્યાં સગાઈ થઈ ત્યાં નહીં પણ તે તેના સગા નાનાભાઈના સાળા જોડે જ ભાગી પ્રેમ લગ્ન કરી લીધા. જે સામાજિક રીતે પણ માં બાપના માથે કાળી ટીલી સમાન સાબિત થયું. 

દીકરીને નાના ભાઈના સાટામાં સગાઈ થઈ હતી અને ત્યાં પરણાવવાની હતી. જોકે યુવતીના મોટાં ભાઈ પણ કેન્સર પીડિત છે. માં બાપ ગરીબીમાં ઝૂમી રહ્યા છે. છતાં, દીકરી એ કોઈનો પણ વિચાર કર્યા વિના મોટા ભાઈના સાળા જોડે પ્રેમ લગ્ન કરી લીધા. પરિણામે મોટા ભાઈ અને નાના ભાઈના ઘરસંસારમાં અસર પડે એમ છે. જ્યારે માં બાપ પર આભ તૂટી પડ્યું અને શબ્દો નીકળી પડ્યા કે કાળજાનો કટકો હાથ માંથી છૂટી ગયો. 

દીકરી જતા માં બાપ પર આભ તૂટી પડ્યું છે. દીકરી પ્રેમમાં અંધ બનતા પરિસ્થિતિ કપરી બની દીકરીના પિતાને સામાજિક ધમકી પણ મળી સમાજ એ કઈ ન કરતા માં બાપ દીકરી આગળ કલ્પાંત કરતા જોવા મળ્યા. હાથ જોડી આજીજી કરતા માં બાપના દ્રશ્ય કાળજું કપાવી નાખે એવા હતા પણ સમય બદલાયો સ્થિતિ બદલાઈ અને માં બાપ દીકરી આગળ લાચાર બનતા જોવા મળ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news