ઓછું બોલે છે પણ પેન ચલાવવામાં પાવરધા : જાણો કોણ છે EDના નવા બોસ રાહુલ નવીન

વરિષ્ઠ IRS અધિકારી રાહુલ નવીનને EDના નવા કાર્યવાહક નિર્દેશક બનાવવામાં આવ્યા છે. તેમને સંજય મિશ્રાની જગ્યાએ આ જવાબદારી મળી છે. તેઓ અત્યાર સુધી ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે કામ કરતા હતા.

ઓછું બોલે છે પણ પેન ચલાવવામાં પાવરધા : જાણો કોણ છે EDના નવા બોસ રાહુલ નવીન

નવી દિલ્હીઃ રાહુલ નવીન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના નવા બોસ બન્યા છે. તે વરિષ્ઠ IRS અધિકારી છે. રાહુલ નવીનને કાર્યવાહક નિર્દેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે નિર્દેશકની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે. ED ડાયરેક્ટર સંજય મિશ્રાનો કાર્યકાળ પૂરો થયા બાદ સરકારે રાહુલ નવીનને આ જવાબદારી સોંપી છે. આ જવાબદારી સાથે રાહુલ નવીન હવે EDના સૌથી વરિષ્ઠ અધિકારી બની ગયા છે. તેમણે ED હેડક્વાર્ટરના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે પણ કામ કર્યું છે.

જાણો EDના નવા ડિરેક્ટર વિશે
EDના નવા ડિરેક્ટર રાહુલ નવીન બિહારના રહેવાસી છે. તેઓ 1993 બેચના ભારતીય રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી છે.
નવીનને સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ઓછું બોલનારા માણસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે કલમમાં પારંગત છે.
રાહુલ નવીન પહેલાંથી જ ED સાથે સંકળાયેલા છે. તેઓ અગાઉ EDના ચીફ વિજિલન્સ ઓફિસર તરીકે કામ કરતા હતા.
વર્ષ 2017માં તેમને આવકવેરા કમિશનર બનાવવામાં આવ્યા હતા.
IRS રાહુલ નવીન નવેમ્બર 2019 થી EDમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી તરીકે કામ કરી રહ્યા છે.
નવેમ્બર 2020માં તેમને EDના સ્પેશિયલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
તેઓ IRSની 63મી બેચમાં એડિશનલ ડાયરેક્ટર અને કોર્સ ડાયરેક્ટરનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

ED ડાયરેક્ટર તરીકે સંજય મિશ્રાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે
તમને જણાવી દઈએ કે નવીનને આ પદ સંજય મિશ્રાનો કાર્યકાળ પૂરો થયા બાદ મળ્યો હતો. મિશ્રાનો કાર્યકાળ વિવાદોથી ભરેલો રહ્યો હતો. કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. 27 જુલાઈના રોજ, સુપ્રીમ કોર્ટે મિશ્રાના કાર્યકાળને 15 સપ્ટેમ્બર સુધી લંબાવવા માટે સંમત થયા હતા, જે તાજેતરના ચુકાદા મુજબ 31 જુલાઈના રોજ પદ છોડવાના હતા. સંજય કુમાર મિશ્રાને 2018 માં ED ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમનો પ્રારંભિક કાર્યકાળ નવેમ્બર 2020 માં સમાપ્ત થવાનો હતો. જો કે, કેન્દ્ર સરકારે તેમને સેવામાં ત્રણ એક્સટેન્શન આપ્યા હતા. 

તેમનો કાર્યકાળ વધારવા માટે CVC એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ અને સંજય કરોલની વિશેષ બેન્ચે આદેશ આપ્યો હતો કે સામાન્ય સંજોગોમાં અમે આવી અરજી પર ધ્યાન આપીશું નહીં... વિશાળ જાહેર હિતને ધ્યાનમાં રાખીને અમે ED ડિરેક્ટરનો કાર્યકાળ સપ્ટેમ્બર સુધી લંબાવીએ છીએ. 15 સપ્ટેમ્બર 2023 સુધી રહેવાની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે એક્સટેન્શન પર સવાલ ઉઠાવ્યા હતા
જો કે, ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે તે કેન્દ્ર તરફથી તેમના કાર્યકાળને વધારવાની માંગ કરતી અન્ય કોઈપણ અરજી પર વિચાર કરશે નહીં. તેમાં કહેવામાં આવ્યું છે કે મિશ્રા હવે 15/16 સપ્ટેમ્બર 2023ની મધ્યરાત્રિથી આ પદ સંભાળશે નહીં. સુનાવણીની શરૂઆતમાં, બેન્ચે પૂછ્યું કે શું ED પાસે FATF સમીક્ષા સાથે વ્યવહાર કરવા માટે અન્ય કોઈ સક્ષમ અધિકારી નથી. તમારો આખો વિભાગ અસમર્થ અધિકારીઓથી ભરેલો છે એવું ચિત્ર તમે દેખાડી રહ્યાં છો? તમારી પાસે માત્ર એક જ અધિકારી છે? ખંડપીઠે પૂછ્યું કે શું આ સમગ્ર ફોર્સને નિરાશામાં ધકેલવાની કામગીરી થઈ રહી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news