Asia Cup 2023 Final: ફાઈનલમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11, આ ખેલાડીને મળશે તક!

IND vs SL, Asia Cup 2023 Final: એશિયા કપ 2023નો ફાઈનલ મુકાબલો 17 સપ્ટેમ્બર રવિવારે કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત  અને શ્રીલંકા વચ્ચે રમાશે. 

Asia Cup 2023 Final: ફાઈનલમાં આવી હોઈ શકે છે ભારતની પ્લેઇંગ-11, આ ખેલાડીને મળશે તક!

નવી દિલ્હીઃ India's Predicted Playing XI For Asia Cup Final 2023: એશિયા કપ-2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવારે રમાવાની છે. આ મેચ કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ઘણા ફેરફાર થશે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે મુકાબલામાં ઘણા ખેલાડીઓન આરામ આપ્યો હતો. હવે આ ખેલાડીઓની વાપસી થશે. 

ફાઈનલ માટે આરામ આપવામાં આવેલા બધા ખેલાડીઓની વાપસી નક્કી છે. આ ખેલાડીઓમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર પ્લેયર્સ સામેલ હતા. આ બધા ખેલાડીઓ શ્રીલંકા સામે ફાઈનલમાં વાપસી કરશે. 

આવી હોઈ શકે છે પ્લેઇંગ ઇલેવન
કેપ્ટન રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરશે. બંને બેટર સારા ફોર્મમાં છે. તો ત્રણ નંબર પર વિરાટ કોહલી હશે. આ રીતે ટોપ ઓર્ડરમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી જવાબદારી સંભાળશે. 

તો ટીમમાં મુખ્ય વિકેટકીપર તરીકે કેએલ રાહુલ ચોથા નંબર પર બેટિંગ કરી શકે છે. આ સિવાય ઈશાન કિશન પાંચમાં નંબર પર રમશે. ઈશાન કિશન પણ સારા ફોર્મમાં છે. ત્યારબાદ છઠ્ઠા ક્રમ પર હાર્દિક પંડ્યા હશે. જ્યારે સાતમાં ક્રમે રવીન્દ્ર જાડેજા જોવા મળશે. 

આ ખેલાડીઓ પર બોલિંગની જવાબદારી
નંબર આઠથી બોલિંગ ડિપાર્ટમેન્ટની શરૂઆત થશે. સ્પિનર કુલદીપ યાદવ હશે. તો ટીમની બેટિંગ મજબૂત કરવા માટે બોલિંગ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર હશે. તે નિચલા ક્રમમાં સારી બેટિંગ કરી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલિંગની જવાબદારી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના હાથમાં હશે. જો ટીમ ત્રણ સ્પિનર સાથે ઉતરશે તો શાર્દુલ ઠાકુરની જગ્યાએ વોશિંગટન સુંદર રમી શકે છે. 

શ્રીલંકા વિરુદ્ધ ફાઇનલ માટે ભારતની સંભવિત પ્લેઇંગ 11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર/વોશિંગટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news