અમૂલ ડેરીનો વધુ એક ડેપો ખુલ્લો મુકાયો; કચ્છવાસીઓને થશે સૌથી મોટો લાભ, લોકોને આવક વધશે

કચ્છમાં અમૂલ ડેરીનો ડેપો ખુલ્લો મુકાયો છે. આ સાથે જ ગુજરાતમાં 6 ડેપો કાર્યરત છે અને કચ્છમાં 7મો ડેપો ખુલ્લો મૂકાયો છે. ભારતમાં 84 ડેપો આવેલા છે, આજે 85 ડેપો કચ્છમાં ખુલ્લો મુકાયો છે.

અમૂલ ડેરીનો વધુ એક ડેપો ખુલ્લો મુકાયો; કચ્છવાસીઓને થશે સૌથી મોટો લાભ, લોકોને આવક વધશે

Amul: કચ્છમાં લાખોન્દ ખાતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ દ્વારા “અમૂલ ડેપો” નું ઉદઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પ્રસંગે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, સરહદ ડેરીના વાઇસ ચેરમેન વિશ્રામભાઈ રાબડીયા, GCMMF (સેલ્સ)ના જનરલ મેનેજર હેમંત ગૌની, દૂધ મંડળીના પ્રતિનિધિઓ, સરહદ ડેરીના તથા અમુલ ફેડરેશનના અધિકારી ગણ તથા અમુલના ડિસ્ટ્રિબ્યુટરો ઉપસ્થિત રહ્યા હતા. 

અમુલ ફેડરેશનના એમ.ડી. જયેન મેહતાએ જણાવ્યુ હતું કે ભારત દેશમાં અમુલની પ્રોડક્ટ મૂકવા માટેનો આ 85મો જ્યારે ગુજરાત રાજ્યમાં 7મો તથા કચ્છમાં આ પ્રથમ ડેપો છે, જે થકી કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર સુધી અમુલની પ્રોડક્ટને કચ્છથી પહોંચતી કરવામાં આવશે. જેના લીધે ડિસ્ટ્રિબ્યુશન સરળ બનશે. ડિસ્ટ્રિબ્યુટર તથા છૂટક વેપારીઓને વેચાણની તકો વધશે અને ગ્રાહકોને ગુણવતા યુક્ત અમુલની પેદાશો મળી રહેશે. 

એમ.ડી.એ વધુમાં જણાવ્યુ હતું કે, કચ્છ જિલ્લોએ ગુજરાતનો ચોથા ભાગનો વિસ્તાર કવર કરે છે. આ કચ્છ જિલ્લામાંથી અમુલના ઊંટડીના દૂધને પ્રોસેસ કરી અમુલ બ્રાન્ડમાં વિવિધ બનાવટો તૈયાર કરવાની ફેસિલિટી છે, જેને પણ અમે વેગ આપીશું. અમુલ ફેડરેશનના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે કચ્છના પશુપાલકોના દૂધમાંથી વેલ્યૂએડેડ પેદાશોનું વેચાણ અને ડિસ્ટ્રિબ્યુશનને વેગ મળે તે માટે કચ્છ જિલ્લાની સરહદ ડેરીની લાખોન્દ સ્થિત ડેરીને જ અમુલ ડેપો તરીકે શરૂ કરવામાં આવેલ છે.

આ અંગે વલમજીભાઈ હુંબલએ અમુલ ફેડરેશન બોર્ડનો તથા સરહદ ડેરીના બોર્ડનો આભાર વ્યક્ત કર્યો હતો. જેથી સરહદ ડેરી દ્વારા એક પ્રકારનું ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરી અને આખરે પશુપાલકોને વધુમાં વધુ લાભ અપાવવાનો ઉદેશ છે તેવું વલમજી હુંબલએ જણાવ્યુ હતું. 

આ ડેપોમાંથી કચ્છ જિલ્લામાં સરહદ ડેરી દ્વારા તૈયાર થયેલ પેદાશો ઉપરાંત ગુજરાત રાજ્યમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા તે સમયે તેમના પ્રયત્નથી શરૂ થયે દેશના એક માત્ર ઊંટડીના દૂધના પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી તૈયાર થતાં અમુલ બ્રાન્ડમાં ઊંટડીના દૂધ અને દૂધની બનાવટના વેચાણને આ ડેપો થકી આપણે વેગ આપી શકીશું અને અમુલ પેદાશોનું ડિસ્ટ્રિબ્યુશન સરળ બનતા અમુલની પેદાશો કચ્છના ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધ બની રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news