Rahul Gandhi એ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું- LOVE is LOVE, LGBT સમુદાયને આપ્યું સમર્થન
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ LGBT સમુદાયનું સમર્થન કરતા પ્રાઈડ મંથ (Pride Month) અંગે શુભકામનાઓ પાઠવી છે. અત્રે જણાવવાનું કે જૂનનો મહિનો પ્રાઈડ મંથ તરીકે ઉજવાય છે. આ દરમિયાન સમલૈંગિક લોકોને પોતાના પર ગર્વ મહેસૂસ કરાવવામાં આવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું- LOVE is LOVE
રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પ્રાઈડ મંથ (Pride Month) અંગે શુભકામના પાઠવતા ઈન્સ્ટાગ્રામ પર એક રેનબો ફ્લેગ શેર કર્યો. જેમાં લખ્યું હતું 'Love is Love.' તસવીર શેર કરતા રાહુલ ગાંધીએ લખ્યું કે શાંતિપૂર્ણ વ્યક્તિગત વિકલ્પોનું સન્માન થવું જોઈએ, પ્રેમ તો પ્રેમ છે.
કોંગ્રેસના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી પણ અપાઈ શુભકામનાઓ
રાહુલ ગાંધી ઉપરાંત તેમની પાર્ટી કોંગ્રેસે (Congress) પણ પ્રાઈડ મંથના અવસરે LGBT સમુદાયનું સમર્થન કર્યું. કોંગ્રેસે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી રેનબો ફ્લેગ શેર કરતા લખ્યું કે 'પ્રેમ એ પ્રેમ હોય છે. ભારત પ્રાઈડ મંથની શુભકામનાઓ.'
Love is love.
Happy #PrideMonth India ♥️🏳️🌈 pic.twitter.com/rTjCsQhlPz
— Congress (@INCIndia) June 3, 2021
શું હોય છે પ્રાઈડ મંથ અને તે કેમ ઉજવાય છે?
LGBT સમુદાયના સમર્થનમાં જૂન મહિનો પ્રાઈડ મંથ (Pride Month) તરીકે ઉજવાય છે. જે દરમિયાન સમલૈંગિક લોકોને પોતાના પર ગર્વ મહેસૂસ કરાવવામાં આવે છે. વાત જાણે એમ છે કે અમેરિકી એક્ટિવિસ્ટ ફ્રેંક કામેની (Frank Kameny) સમલૈંગિક હતા અને આ જ કારણે તેઓ સમાજ પર કલંક ગણાવવામાં આવ્યા. આ સાથે તેમને નોકરીમાંથી પણ કાઢી મૂકાયા.
ત્યારબાદ ફ્રેંક કામેનીએ સમાજની સોચ અને સમલૈંગિકના અધિકારો માટે લડત શરૂ કરી અને લાંબી લડત બાદ સમલૈંગિકતાને ઓળખ મળી. જેને જોતા જૂન મહિનો પ્રાઈડ મંથ તરીકે ઉજવાય છે. આ દરમિયાન સમલૈંગિકતાને સપોર્ટ કરનારા લોકો જાગૃતતા ફેલાવવા માટે ઠેર ઠેર અનેક કાર્યક્રમોનું આયોજન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે