Pegasus મામલે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દેશદ્રોહ કર્યો'

Pegasus Spyware: પેગાસસ જાસૂસી કાંડને લઈને કોંગ્રેસ એકવાર ફરીથી આક્રમક જોવા મળી રહી છે.

Pegasus મામલે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- 'દેશદ્રોહ કર્યો'

Pegasus Spyware: પેગાસસ જાસૂસી કાંડને લઈને કોંગ્રેસ એકવાર ફરીથી આક્રમક જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પેગાસસ સ્પાઈવેર સંબંધિત અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સની એક ખબરનો હવાલો આપતા આજે  આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી સરકારે 'દેશદ્રોહ' કર્યો છે. અમેરિકી અખબારની ખબર મુજબ 2017માં ભારત અને ઈઝરાયેલ વચ્ચે થયેલા લગભગ 2 અબજ ડોલરના અત્યાધુનિક હથિયારો અને ઈન્ટેલિજન્સ ઉપકરણોની ડીલમાં પેગાસસ સ્પાયવેર અને એક મિસાઈલ પ્રણાલીની ખરીદી મુખ્ય રીતે સામેલ હતી. 

આ ખબરને લઈને રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કે મોદી સરકારે આપણા લોકતંત્રની પ્રાથમિક સંસ્થાઓ, રાજનેતાઓ, તથા જનતાની જાસૂસી કરવા માટે પેગાસસ ખરીદ્યુ હતું. ફોન ટેપ કરીને સત્તા પક્ષ, વિપક્ષ, સેના, ન્યાયપાલિકા બધાને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દેશદ્રોહ છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારે દેશદ્રોહ કર્યો છે. રાજ્યસભામાં નેતા વિપક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું કે મોદી સરકારે ભારતના શત્રુની જેમ કામ કેમ કર્ુયં અને ભારતીય નાગરિકો વિરુદ્ધ જ યુદ્ધના હથિયારોનો ઉપયોગ કેમ કર્યો?

मोदी सरकार ने देशद्रोह किया है। pic.twitter.com/OnZI9KU1gp

— Rahul Gandhi (@RahulGandhi) January 29, 2022

તેમણે કહ્યું કે પેગાસસનો ઉપયોગ ગેરકાયદેસર જાસૂસી માટે કરવો રાષ્ટ્રદ્રોહ છે. કાયદાથી ઉપર કોઈ નથી. અમે સુનિશ્ચિત કરીશું કે ન્યાય થાય. આ મામલે સમાચાર એજન્સીએ સરકારની પ્રતિક્રિયા માટે સંપર્ક કર્યો પરંતુ હાલ કોઈ જવાબ આવ્યો નથી. 

કોંગ્રેસના પ્રવક્તા શમી મોહમ્મદે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સરકારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અનેક ભારતીય નાગરિકો વિરુદ્ધ સૈન્ય શ્રેણીના સ્પાયવેરનો ઉપયોગ કર્યો. જેના માટે તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. 

ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી વીએ ટ્વીટ કરીને કહ્યું કે રાહુલ ગાંધીજીએ જુલાઈ 2021માં સરકારને બે સવાલ પૂછ્યા હતા જેમના જવાબ પ્રધાનમંત્રીએ તો ન આપ્યા પરંતુ ન્યૂયોર્ક ટાઈમ્સની ખબરમાંથી મળ્યા. આ સવાલ એ હતા કે શું હિન્દુસ્તાનની સરકારે પેગાસસ ખરીદ્યું અને શું આ હથિયારનો ઉપયોગ પોતાના લોકો પર કરાયો? હવે જવાબ એકદમ સ્પષ્ટ છે- હા.

● क्या हिंदुस्तान की सरकार ने #Pegasus हथियार खरीदा?

● क्या इस हथियार का प्रयोग अपने लोगों पर किया?

अब जवाब, एकदम साफ है - हां pic.twitter.com/TuRs8Ghjn8

— Srinivas BV (@srinivasiyc) January 29, 2022

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે મોદી સરકારે ન્યૂયોર્ક ટાઈમ્સના ખુલાસાને ફગાવવો જોઈએ. ઈઝરાયેલી કંપની એનએસઓએ 300 કરોડ રૂપિયામાં પેગાસસ વેચ્યું. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે સરકારે સુપ્રીમ કોર્ટ અને સંસદને ગૂમરાહ કર્યા છે. શું આ 'વોટરગેટ' છે?

સુપ્રીમ કોર્ટે ઈઝરાયેલી સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતીય નાગરિકોની કથિત જાસૂસી મામલે તપાસ માટે ગત વર્ષ ઓક્ટોબરમાં વિશેષજ્ઞોની એક સમિતિ બનાવી હતી. કેટલાક આંતરરાષ્ટ્રીય મીડિયા સમૂહોના એક સંગઠને દાવો કર્યો હતો કે અનેક ભારતીય નેતાઓ, મંત્રીઓ, સામાજિક કાર્યકરો, કારોબારીઓ અને પત્રકારો વિરુદ્ધ પેગાસસનો કથિત રીતે ઉપયોગ કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news