Omicron Alert: શું ઓમિક્રોન કરી રહ્યો છે તમારી ઇમ્યુનિટીને મજબૂત? જાણો શું છે સત્ય
Covid-19: એક્સપર્ટ અનુસાર ઓમિક્રોન વધુ ઘાતક નથી. પરંતુ આ વચ્ચે મોટો સવાલ ઉભો થાય છે કે તે લોકોની ઇમ્યુનિટીને કેટલો પ્રભાવિત કરી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Coronavirus Cases in India: કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન (Omicron) લોકો માટે ખુબ ચિંતાનો વિષય બની ચુક્યો છે. તેનો સંક્રમણ દર ડેલ્ટા વેરિએન્ટના (Delta Variant) મુકાબલે વધુ જોવા મળી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે. તેના પર સંશોધકો રિસર્ચ કરી રહ્યાં છે. વેક્સીનના બંને ડોઝ લઈ ચુકેલા લોકોને પણ ઓમિક્રોન સંક્રમિત કરી રહ્યો છે. જેનાથી નિષ્ણાંતોની ચિંતા વધી ગઈ છે.
પરંતુ એક્સપર્ટ અનુસાર ઓમિક્રોન વધુ ઘાતક નથી, પરંતુ આ વચ્ચે મોટો સવાલ ઉઠે છે કે તે લોકોની ઇમ્યુનિટીને કેટલી પ્રભાવિત કરી શકે છે. નિષ્ણાંતો અનુસાર ઓમિક્રોન કે પછી કોરોનાનો કોઈ પણ અન્ય વેરિએન્ટ તમારી ઇમ્યુનિટીને વધુ સારી બનાવી શકે છે. પરંતુ ત્યારબાદ પણ તે અન્ય લોકોને સંક્રમિત કરી શકે છે.
સંક્રમણથી સુરક્ષા
યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જીલિયાના ઇન્ફેક્શિયસ ડિસીઝ નિષ્ણાંત પ્રોફેસર પોલ હન્ટરે જણાવ્યુ કે વાયરસની ઝપેટમાં આવેલા દર્દીના શરીરમાં એન્ટી-એન એન્ટીબોડી બન્યા છે. તેથી રિકવરી બાદ તેના પર તે વાયરસની કોઈ ખાસ અસર થઈ નથી. 88 ટકા કેસમાં ઓમિક્રોન સંક્રમણથી બનનારી કોરોના વાયરસ એન્ટીબોડી ઓછામાં ઓછા છ મહિના સુધી શરીરમાં રહે છે અને સંક્રમણથી લોકોને સુરક્ષા પ્રદાન કરે છે.
પરંતુ તેના છ મહિના બાદ અસર ખતમ થઈ ગાય છે અને પ્રોટેક્શન દર ઘટી ગાય છે. પરંતુ વેક્સીનેટેડ લોકોમાં કોરોના વાયરસ સંક્રમણ દેખાવું ખુબ ચિંતાજનક છે. તેને લઈને સંશોધકો રિસર્ચ કરી રહ્યાં છે. દેશભરમાં ઓમિક્રોનના કેસ હજારોની સંખ્યામાં પહોંચી ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે