અવિશ્વાસ પ્રસ્તાવ: સંસદમાં રાફેલનો 'ભૂકંપ', રાહુલે રક્ષા મંત્ર પર લગાવ્યો આરોપ

રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રીએ કહ્યું હતું કે રાફેલ ડીલને લઇને ફાંસ સરકારની સાથે એક ગોપનીયતાનો કરાર છે. તેમણે કહ્યું, 'જ્યારે હું વ્યક્તિગતરૂપથી ફ્રાંસના રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને આ વિશે પૂછવામાં આવ્યું કે આવો કોઇ કરાર થયો છે તો તેમણે કહ્યું કે આવો કોઇ કરાર થયો નથી.'

અવિશ્વાસ પ્રસ્તાવ: સંસદમાં રાફેલનો 'ભૂકંપ', રાહુલે રક્ષા મંત્ર પર લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં બોલતાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ પર રાફેલ ડીલને લઇને ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રીએ કહ્યું હતું કે રાફેલ ડીલને લઇને ફાંસ સરકારની સાથે એક ગોપનીયતાનો કરાર છે. તેમણે કહ્યું, 'જ્યારે હું વ્યક્તિગતરૂપથી ફ્રાંસના રાષ્ટ્રપતિને મળ્યા અને તેમને આ વિશે પૂછવામાં આવ્યું કે આવો કોઇ કરાર થયો છે તો તેમણે કહ્યું કે આવો કોઇ કરાર થયો નથી.'

રાહુલ ગાંધીએ કહ્યું કે 'યૂપીએ સરકારે રાફેલ કરાર 520 કરોડ રૂપિયા પ્રતિ એકની દરે કર્યો હતો...પરંતુ વડાપ્રધાન ફ્રાંસ ગયા, અને રાફેલની કિંમત વધારીને 1600 કરોડ રૂપિયા થઇ ગઇ. તેમણે કહ્યું કે ત્યારબાદ જ્યારે રક્ષા મંત્રીને તેના વિશે કોઇ કરાર થયો નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે 'ફ્રાંસના રાષ્ટ્રપતિએ પોતે તેમણે કહ્યું કે ઇચ્છે તો આ વાત તે દેશને જણાવી શકે છે.'

રાહુલના ભાષણ દરમિયાન સદનમાં જોરદાર હંગામો થયો અને રક્ષા મંત્રી નિર્મલા સીતારણે વાંધો ઉઠાવ્યો કે તેમનું નામ લઇને આરોપ લગાવવામાં આવી રહ્યા છે. તેના પર લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને કહ્યું કે રાહુલ ગાંધીના ભાષણ બાદ તેમણે પોતાનો પક્ષ રાખવાની તક મળશે. જોકે હંગામા બાદ સદનની કાર્યવાહી પાંચ મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news