VIDEO: રાહુલ ગાંધી આ શું બોલી ગયા? પીએમ મોદી ખડખડાટ હસી પડ્યા
કોંગ્રેસ અને ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત ટીડીપી સાંસદ જયરાજ ગલ્લાએ કરી. તેના પર જવાબ આપવાની શરૂઆત ભાજપના સાંસદ રાકેશ સિંહે કરી. ત્યારબાદ કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કમાન સંભાળી.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસ અને ટીડીપી દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચાની શરૂઆત ટીડીપી સાંસદ જયરાજ ગલ્લાએ કરી. તેના પર જવાબ આપવાની શરૂઆત ભાજપના સાંસદ રાકેશ સિંહે કરી. ત્યારબાદ કોંગ્રેસ તરફથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ કમાન સંભાળી. તેમણે ચર્ચાની શરૂઆત અંગ્રેજીમાં કરી. થોડીવાર બાદ તેમણે હિંદીમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે રોજગારના મુદ્દે પીએમ મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન 50000 યુવાઓને 24 કલાકમાં રોજગારી આપે છે. તમે 400 લોકોને રોજગારી આપો છે. એ હકીકત છે. આ લોકો ખોટા વચનો આપે છે. તેમના ભાષણ દરમિયાન અનેક એવા અવસરો આવ્યાં કે પીએમ મોદી હસતાં જોવા મળ્યાં. ત્યારબાદ તેમણે નોટબંધીનો મામલો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે પીએમ મોદીને ક્યાંથી મેસેજ આવ્યો અને તેમણે રાતે 8 વાગે નોટબંધીની જાહેરાત કરી દીધી. હું સુરત ગયો તો ત્યાના વેપારીઓ મળ્યો. આ ફેસલાથી તેમને સૌથી વધુ ચોટ લાગી છે. આ હું નથી કહી રહ્યો પરંતુ તેમણે કહ્યું. રાહુલ ગાંધીની આ વાત પર પીએમ મોદી હસી પડ્યાં. હકીકતમાં ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસે સુરત સહિત અનેક મોટા શહેરોમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Among his many lies, Rahul Gandhi does it again... #BhookampAaneWalaHai pic.twitter.com/5HMuyeagNY
— Amit Malviya (@amitmalviya) July 20, 2018
ત્યારબાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાનની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યાં. તેમણે કહ્યું તમે અમેરિકા જાઓ છો, બરાક ઓબામાને મળો છો, ટ્રમ્પને મળો છો. આટલું બોલ્યા કે પીએમ મોદી હસી પડ્યાં. ત્યારબાદ રાહુલ ગાંધીના ભાષણને રોકવામાં આવ્યું હતું.
વધુ નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ મોદી હવે ઈમાનદાર રહ્યા નથી. આથી તેઓ મારી સામે નજર મિલાવી શકતા નથી. સમગ્ર દેશે જોયું કે હું સ્પષ્ટ બોલ્યો આથી મોદી મારી સામે નજર મિલાવી શકતા નથી. રાહુલના આ નિવેદન ઉપર પણ પીએમ મોદી ખડખડાટ હસી પડ્યાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે