વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર થયેલા ભીષણ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદના બાલાકોટના આતંકી કેમ્પનો ખાત્મો કર્યો હતો. આ એર સ્ટ્રાઈકના  પુરાવા માટે હાલ રાજકીય મહાભારત છેડાઈ ગયું છે.

વાયુસેનાએ એર સ્ટ્રાઈકની તસવીરો ભારત સરકારને આપી, આતંકી કેમ્પને ખુબ નુકસાન-સૂત્ર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર થયેલા ભીષણ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા બાદ ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ એર સ્ટ્રાઈક કરીને જૈશ એ મોહમ્મદના બાલાકોટના આતંકી કેમ્પનો ખાત્મો કર્યો હતો. આ એર સ્ટ્રાઈકના  પુરાવા માટે હાલ રાજકીય મહાભારત છેડાઈ ગયું છે. આ બધા વચ્ચે ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈકની રડાર અને સેટેલાઈટની તસવીરો સરકારને સોંપી દીધી છે. આ તસવીરોમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકી તાલિમ કેમ્પમાં લક્ષ્યાંકો પર હવાઈ હુમલા અને તેને થયેલું  ખુબ નુકસાન જોવા મળી રહ્યું છે. રક્ષા પ્રતિષ્ઠાનના સૂત્રોએ આ જાણકારી બુધવારે આપી. 

પુરાવા અંગે સૂત્ર આધારિત સૂચના એક વિદેશી સંવાદ સમિતિના તે અહેવાલના સંદર્ભમાં આવી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બાલાકોટમાં જૈશ એ મોહમ્મદ મદરેસાની ઉપગ્રહથી લેવાયેલી તસવીરોમાં જોવા મળે છે કે તે હજુ પણ યથાવત છે અને ઈમારતો જેમની તેમ છે. 

એર સ્ટ્રાઈકના પુરાવા રવિવારે સરકારને અપાયા
સૂત્રોએ જણાવ્યું કે 26 જાન્યુઆરીએ જૈશ એ મોહમ્મદના કેમ્પ પર કરાયેલી એર સ્ટ્રાઈકના પુરાવા રવિવારે સરકારને સોંપાયા. જેમાં રડાર અને ઉપગ્રહની તસવીરો સામેલ છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે સ્પાઈસ-2000 લેઝર ગાઈડેડ બોમ્બ દ્વારા લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યાં જેનાથી ખુબ આંતરિક નુકસાન થયું. સૂત્રોના જણાવ્યાં મુજબ એસ 2000 સ્માર્ટ બોમ્બ લક્ષ્યોને સટીક ભેદે છે અને અંદર ઘૂસીને વિસ્ફોટ કરીને તબાહી મચાવે છે. 

તેમણે એમ પણ કહ્યું કે ભારતીય વાયુસેનાએ જૈશ એ મોહમ્મદના તાલિમ શિબિર પર હુમલા બાદ ઉપગ્રહથી લેવાયેલી તસવીરો સ્વતંત્ર સ્ત્રોતો પાસેથી ભેગી કરાયેલી છે જેથી કરીને અભિયાનના પ્રભાવનું આકલન કરી શકાય. તેમણે કહ્યું કે વાયુસેનાએ તે તસવીરો પણ સરકારને સોંપી છે. 

અહેવાલમાં એપ્રિલ 2018ની તસવીરોની ચાર માર્ચ 2019ના લેવાયેલી તસવીર સાથે સરખામણી કરવામાં આવી છે. જેના દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે બધુ યથાવત છે. આ દાવો બાલાકોટમાં હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યાને લઈને થઈ રહેલી દલીલો વચ્ચે કરાયો છે. 

વિદેશ સચિવ ગોખલેએ ગત સપ્તાહ પત્રકારોને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં જૈશ એ મોહમ્મદના આતંકીઓ, ટ્રેનર્સ, મોટા કમાન્ડર્સ અને જેહાદી સમૂહોનો ખાતમો થયો જેમને ફિદાયીન હુમલા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં હતાં. આ બાજુ સરકારી સૂત્રોએ જણાવ્યું કે 350 આતંકીઓ માર્યા ગયાં. જ્યારે બાદમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે 250 આતંકી માર્યા ગયાં. 

વિપક્ષી દળો સ્થિતિ સ્પષ્ટ કરવા પર ભાર મૂકી રહ્યાં છે
આ હવાઈ  હુમલામાં ઓછું નુકસાન થયું હોવાના વાતો કરતા મીડિયાના અહેવાલો વચ્ચે વિપક્ષી દળો સ્થિતિ સ્પષ્ટ કરવા પર ભાર મૂકી રહ્યાં છે. સોમવારે એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ કહ્યું કે માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા બતાવવાનું કામ સરકારનું છે. ભારતીય વાયુસેના ફ્કત એ જુએ છે કે લક્ષ્યને ભેદવામાં આવ્યું છે કે નહીં. 

કૃષિ મંત્રી રાધા મોહન સિંહે મંગળવારે કહ્યું કે હવાઈ હુમલામાં લગભગ 400 આતંકીઓ માર્યા ગયાં. આ બાજુ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને પૂછવામાં આવ્યું કે કેટલા આતંકીઓ માર્યા ગયા તો તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news