કાશ્મીરમાં વધુ એક નેતા પર PSA લાગુ કરાયો, રહેશે નજરકેદમાં...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પૂર્વ આઈએએસ ઓફિસર અને જમ્મુ એન્ડ કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટ (JKPM) ના અધ્યક્ષ શાહ ફૈઝલ (Shah Faisal) પર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) માં શાહના નિર્ણય સહિત અત્યાર સુધી 8 નેતાઓ પર પીએસએ લગાવવામાં આવ્યો છે. બ્યૂરોક્રેટમાંથી નેતા બનનાર ફેઝલની 14 ઓગસ્ટ, 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હીત. જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તેઓને ઘરમાં રાખવામાં આવે કે એમએલએ હોસ્ટ સબજેલમાં રાખવામાં આવે.
LRD મુદ્દે મહેસાણા બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ, કેટલીય દુકાનો ચાલુ રહી
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર રાજ્યથી આર્ટિકલ 370 નાબૂદ કરવા અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવાના બાદથી અત્યાર સુધઈ 8 લોકો પર પીએસએ લગાવવામાં આવી ચૂક્યો છે. અત્યાર સુધી જે લોકો પર પીએસએ લગાવાયો છે, તેમાં રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી પણ સામેલ છે.
પીએસએ અંતર્ગત બૂક કરવામા આવેલ અન્ય લોકોમાં અલી મોહંમદ સાગર, સરતાજ મદની, હિલાલ અને નઈમ અખ્તર સામેલ છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટે શુક્રવારે પીએસએ અંતર્ગત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારનારી તેની બહેન સારા અબ્દુલ્લા પાયલટની અરજી પર જમ્મુ કાશ્મીર મેનેજમેન્ટે નોટિસ જાહેર કરી હતી. કોર્ટે J&K મેનેજમેન્ટને 2 માર્ચ સુધી જવાબ દાખલ કરવાનું કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે