LRD મુદ્દે મહેસાણા બંધને મળ્યો મિશ્ર પ્રતિસાદ, કેટલીય દુકાનો ચાલુ રહી
Trending Photos
તેજસ દવે/મહેસાણા :એલઆરડી મુદ્દે (LRD protest) અનામત અને બિનઅનામતનો મામલો હવે ગાંધીનગરથી નીકળીને રાજ્યના અન્ય શહેરોમાં ફેલાઈ રહ્યો છે. મહેસાણા (Mehsana) માં અનામત બચાવો સમિતિ દ્વારા આજે મહેસાણામાં બંધની જાહેરાત કરી હતી. જોકે, બાસ (BAAS) દ્વારા અપાયેલા આ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મહેસાણાના મુખ્ય બજારમાં કેટલીક દુકાનો બંધ રખાઈ, તો કેટલીક દુકાનો રાબેતા મુજબ ચાલુ જોવા મળી.
કયા ‘રોમિયો’ની ડીલ કરશે ટ્રમ્પ અને મોદી, જેનાથી ભારતને થશે સુપર ફાયદો
LRD મામલે સરકારે પરિપત્ર ન આપતા આજે બાસ દ્વારા મહેસાણા બંધનું એલાન અપાયું હતું. જોકે, સવારથી જ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જેના બાદ બાસના કન્વીનરો બજાર બંધ કરાવા નીકળ્યા હતા. રામજી ઠાકોરની આગેવાનીમાં મહેસાણા બંધ કરાવવા કાર્યકર્તાઓ નીકળ્યા હતા. બાસના કાર્યકરોએ રેલી યોજી બજારો બંધ કરાવ્યા હતા. તો આ સમયે પોલીસ કાફલો પણ સાથે રહ્યો હતો, જેથી કોઈ ઘટના ન બને. આ મામલે કન્વીનર અભિજીતસિંહ બારડે જણાવ્યું હતું કે, ન્યાયની લડાઈ માટે બંધનું એલાન અપાયું છે. આગામી સમયમાં માંગ નહિ સ્વીકારાય તો ગુજરાત બંધનું એલાન પણ આપીશું.
જોકે, મહેસાણા બંધને પગલે સમગ્ર મહેસાણામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો બીજી તરફ, મહેસાણાના મુખ્ય બજારો સવારથી જ રાબેતા મુજબ શરૂ થયા હતા. તોરણવાળી ચોક વિસ્તારની જૂજ દુકાનો સિવાય તમામ દુકાનો ચાલુ જોવા મળી, તો મુખ્ય બજાર રાજમહેલ રોડથી ફુવારા સ્થિત તમામ દુકાનો રાબેતા મુજબ શરૂ હતી. બાસ દ્વારા અપાયેલ બંધના એલાનનો ફિયાસ્કો થયેલો જોવા મળ્યો. મહેસાણામાં બંધની નહિવત અસર જોવા મળી હતી.
17.58 કરોડ લોકો માટે અત્યંત મહત્વના અપડેટ, 31 માર્ચ સુધી આ કામ નહિ કરો તો થશે મોટુ નુકસાન
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સળગી રહેલો અનામત vs બિન અનમતનો મામલો સરકાર માટે આજે અગ્નિ પરીક્ષા જેવો બની રહેશે. Lrd ભરતીનો મુદ્દો અનામત આંદોલનનો આજે 68મો દિવસ છે, જયારે કે અનશનનો 25મો દિવસ છે. આવામાં સરકાર આજે કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે. તમામ સમાજ ને અન્યાય ન થાય તેવો સરકાર નિર્ણય આજે લઇ શકે છે. આ મામલે મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાશનાથનને જવાબદારી સોંપાઈ છે. આજે કૉંગ્રેસના ગેની બેન ઠાકોર, રાજેશ ગોહિલ પણ અનશનમાં જોડાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે