ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઇ રહ્યો છે. આ વીડિયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો અને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઇ રહ્યો છે. આ વીડિયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો અને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.
ગેસ સિલિન્ડર અંગે આ નિયમ જાણો છો તમે? આ સંજોગોમાં કરી શકાય છે 40 લાખ સુધીનો દાવો
પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, યોગ્ય કેચ પકડવા માટે બોલ પર છેલ્લી ઘડણી સુધી નજર રાખી અને રમતની સાચી ભાવના હોવી જરૂરી છે. નહી તો તમે દોષ ગ્રેવિટી, ગણિત, ઓલા-ઉબર અને આમ-તેમની વાતોને આપતા રહેશો. પ્રિયંકા ગાંધીએ અંતે લખ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી. શુક્રવારે પ્રિયંકા ગાંધીએ સૈયદ મુશ્તાક ટ્રોફીનો એક વીડિયો જાહેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતા જોવા મળ્યા છે. આ વીડિયો સાથે પ્રિયંકાએ વ્યંગ કર્યો છે જે ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.
શારીરિક શોષણ મુદ્દે ચિન્મયાનંદની મુશ્કેલી વધી, 8 કલાક પુછપરછ બાદ આશ્રમ સીલ
મંત્રીઓનાં નિવેદન પર સવાલ
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીનો આ વ્યંગ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા હાલમાં જ અપાયેલા નિવેદનો અંગે છે. પીયૂષ ગોયલે ગુરૂવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થાને સંભાળવા માટે કોઇ પણ પ્રકારના ગણિત અથવા તેના આંકડાઓ જોવાની જરૂર નથી. જો આઇન્સ્ટાઇન આ ગણિત જ ગણ્યા કર્યા હોત તો તેઓ ક્યારે પણ ગ્રેવિટી (ગુરૂત્વાકર્ષણ) ને શોધી શક્યા નહોત.
અયોધ્યા કેસ LIVE: મુસ્લિમ પક્ષનો દાવો, PWDના રિપોર્ટમાં હતો બાબરી મસ્જિદનો ઉલ્લેખ
કેન્દ્રીય મંત્રી આ નિવેદન પર ખુબ જ ટ્રોલ થયા હતા, ત્યાર બાદ તેમણે સ્પષ્ટતા આપી હતી અને જણાવ્યું હતું કે, તેમના સંપુર્ણ નિવેદનની એક લાઇનને ટોપિક બનાવવામાં આવી રહ્યો છે. જ્યારે પ્રિયંકાએ નિર્મલા સીતારમણના તે નિવેદન પર પણ વ્યંગ કર્યો જેમાં નિર્મલાએ ઓટો સેક્ટરમાં મંદિનું કારણે ઓલા-ઉબરને ગણાવ્યા હતા.
દિલ્હીમાં નવેમ્બરમાં Odd Even Scheme, કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું- 'લાગુ કરવાની જરૂર નહતી'
યોગી સરકાર પર પણ પ્રહાર
પ્રિયંકા ગાંધી હાલમાં ટ્વીટ દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા રહે છે, આ ઉપરાંત તેમના નિશાન પર ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ છે. પ્રિયંકાએ કેન્દ્રની અર્થવ્યવસ્થા પર ઝાટકણી કાઢી હતી. જો યોગી સરકારમાં પત્રકારો પર થઇ રહેલા હુમલા મુદ્દે પ્રહારો કર્યા હતા. જો કે સૌથી મહત્વનું છે કે પ્રિયંકા ગાંધીએ જે વીડિયો ટ્વીટ કર્યો તે વીડિયો માર્ચ મહિનાનો છે. સૈયદ મુશ્તાક ટ્રોફીમાં મહારાષ્ટ્ર અને રેલવે વચ્ચે રમાયેલી મેચમાં ઋતુરાજ ગાયકવાડે શાનદાર કેચ ઝડપ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે