રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા

રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપની પત્ની એશ્વર્યા રડતા રડતા પોતાનાં પિયર પરત ફર્યા હતા

રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા

પટના : રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનાં મોટા પુત્ર તેજ પ્રતાપની પત્ની એશ્વરા રડતા રડતા પોતાનાં પિયર પરત ફરી રહી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. તેજપ્રતાપ સાથે અણબનાવ બાદથી જ એશ્વર્યા પોતાનાં સાસુ રાબડીનાં ઘરે જ રહેતી હતી. જો કે આજે અચાનક એશ્વર્યા ઘરેથી રડતા રડતા બહાર નિકળી અને એક ગાડીમાં બેસીને પોતાનાં પિયર જતી રહી હતી. આ ગાડી એશ્વર્યાનાં પિતા ચંદ્રિયા રાયે મોકલી હતી.

ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર ક્લિન બોલ્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ યાદવ અને એશ્વર્યા રાયના લગ્નનો મુદ્દો કોર્ટમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાચારો હતા કે એશ્વર્યાએ તેજ પ્રતાપના છુટા છેડા માંગ્યો હતો. ત્યાર બાદ જ આ મુદ્દો કોર્ટમાં જતો રહ્યો. એશ્વર્યા રાયે ફેમિલી કોર્ટ સાથે સુરક્ષાની માંગ પણ કરી હતી. તેજ પ્રતાપ યાદવના લગ્ન વર્ષ 2018માં મે મહિનામાં થઇ હતી, જો કે 5 મહિના બાદ તેજ પ્રતાપ યાદવને પટના હાઇકોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એશ્વર્યાનાં પિતા ચંદ્રિયા રાય આરજેડી નેતા છે.

ગેસ સિલિન્ડર અંગે આ નિયમ જાણો છો તમે? આ સંજોગોમાં કરી શકાય છે 40 લાખ સુધીનો દાવો
આ અગાઉ હાલમાં જ બંન્ને વચ્ચે પેચઅપના પણ સમાચારો આવ્યા હતા, જો કે તેજપ્રતાપે તેનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાની પત્ની એશ્વર્યા સાથે છુટાછેડાનાં નિર્ણય સંપુર્ણ રીતે અડગ છે. જો કે તેજપ્રપાત છુટાછેડાનાં સમાચારોને પણ ફગાવી ચુક્યા છે. તેમણે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, મીડિયામાં તેમની અને એશ્વર્યાનાં છુટાછેડા મુદ્દે જે સમાચારો ચલાવવામાં આવી રહી છે તે સંપુર્ણ રીતે પાયાવિહોણા અને ખોટા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news