પ્રિયંકા ગાંધીના કારણે SP-BSPને થઇ શકે છે નુકસાન, ભાજપને આ રીતે થશે ફાયદો!
ભાજપને લાગે છે કે પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તરપ્રદેશ માટે કોંગ્રેસના પ્રભારી મહાસચિવ નિયુક્તિ કરવાના કારણે આગામી લોકસભા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનની વિરુદ્ધની લડાઇમાં તેને ફાયદો થશે
Trending Photos
નવી દિલ્હી : દેશની રાજનીતિમાં હાલના સમયે પ્રિયંકા ગાંધીનું ઔપચારિક રીતે રાજનીતિમાં આવવું સૌથી વધારે સમાચારોમાં છે. એવામાં ક્યાસબાજી પણ ખુબ થઇ રહી છે. દાવા કરવામાં આવી રહ્યા છે કે, પ્રિયંકાના રાજનીતિમાં આવવાથી સૌથી વધારે નુકસાન ભાજપને ઉઠાવવું પડશે. જો કે આ તસ્વીરનો એકમાત્ર પાસો છે. પોતે ભાજપને પણ લાગે છે કે પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તરપ્રદેશ માટે કોંગ્રેસના પ્રભારી મહાસચિવ નિયુક્તિઓ કરવામાં આવવાનાં કારણે લોકસભા ચૂંટણીમાં સપા-બસપા ગઠબંધનની વિરુદ્ધ લડાઇમાં તેને ફાયદો થશે.
આ વાત માટે ભાજપ પાસે પોતાનાં દાવાઓ છે. પાર્ટીનું માનવું છે કે 2014માં તો તેની પાસે ચૂંટણી લડવા માટે સંપુર્ણ રીતે સંગઠન પણ નહોતું. જો કે હવે પાર્ટી વિપક્ષ સામે લડવામાં સારી પદ્ધતીથી તૈયાર છો. ભાજપ નેતાઓએ કહ્યું કે, પાર્ટી બુથ સ્તર પર મજબુત ઉપસ્થિતી અને ગત્ત પાંચ વર્ષોમાં મોદી સરકારનાં કામોના કારણે 2014ની તુલનાએ ઉત્તરપ્રદેશમાં વિપક્ષ સામે લડવા માટે સારી પદ્ધતીથી તૈયાર છો.
સપા-બસપા વચ્ચે ગઠબંધન અંગે ટીપ્પણી કરતા પાર્ટી નેતાઓએ કહ્યું કે, 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ સપા અને કોંગ્રેસે આ પ્રકારનું ગઠબંધન કર્યું હતું, જો કે તેઓ ગઠબંધન નિષ્ફળ સાબિત થયું હતું. પાર્ટીએ પશ્ચિમ બંગાળ તથા ઓરિસ્સામાં પણ લગભગ અડધી લોકસભા સીટો જીતવાનું લક્ષ્યાંક મુક્યું છે. ભાજપ મહારાષ્ટ્રમાં શિવસેનાની સાથે ફરીથી ગઠબંધન બનાવવા મુદ્દે આશાવાન છે.
પાર્ટીનો એક વધારે દાવો છે કે કોંગ્રેસની પણ વોટબેંક એ જ છે, જે સપા અને બસપાનો છે. એવામાં જો પ્રિયંકાએ કેટલીક અસર છોડી તો સપા અને બસપાને મતદાન કરશે. જો કે ભાજપનાં કેટલાક નેતાઓનું માનવું છે કે પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી મહાસચિવ બનાવવામાં આવતા કોંગ્રેસને રાજ્યમાં વિશ્વસનીયતા અથવા તેનાં ઉદ્દેશ્યોને મજબુતી મળી રહી છે અને આ ગઠબંધનની વિરુદ્ધ પાર્ટી માટે ફાયદાકારસ સાબિત થશે.
સપા-બસપા દ્વારા ગઠબંધનની જાહેરાત બાદ કોંગ્રેસને કિનારે કરી દેવાયાનાં થોડા દિવસો બાદ પ્રિયંકા ગાંધીની નિયુક્તિ થઇ છે. કોંગ્રેસે જાહેરાત કરી હતી કે તે રાજ્યમાં તમામ 80 સીટો પર ચૂંટણી લડશે. જો કે પાર્ટીએ સમાન વિચારધારા વાળા બીજા દળો માટે પોતાનાં દરવાજા ખુલ્લા રાખ્યા છે. ભાજપે વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં શાનદાર પ્રદર્શન કરતા 71 સીટો જીતી હતી, જ્યારે બે સીટો પર તેના સહયોગીઓને પણ જીત પ્રાપ્ત થઇ હતી. પાર્ટી નેતાઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી વારાણસીથી ચૂંટણી લડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે