પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રી, લોકસભા ચૂંટણી માટે સોંપાઇ મોટી જવાબદારી

પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થયા છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. એમને જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશની મોટી જવાબદારી આપવામાં આવી છે. 

પ્રિયંકા ગાંધીની રાજનીતિમાં ધમાકેદાર એન્ટ્રી, લોકસભા ચૂંટણી માટે સોંપાઇ મોટી જવાબદારી

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મોટો દાવ ખેલાયો છે. છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ મહત્વનું પત્તુ કોંગ્રેસ દ્વારા ખોલવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને રાજકીય મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પ્રિયંકા ગાંધીને પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે અને ઉત્તરપ્રદેશ રાજ્યની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે, પક્ષ દ્વારા સારો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશ માટે ફના થઇ જનાર શહીદ થઇ જનાર ગાંધી પરિવારના પ્રિયંકા ગાંધીને અભિનંદન આપું છું. પ્રિયંકાજીના આવવાથી વિરોધીઓના પેટમાં ફાળ પડે એ સ્વાભાવિક છે કારણ કે એમનામાં ઇન્દિરા ગાંધીના દર્શન થાય છે. 

ભાજપે કહ્યું રાહુલ ગાંધી નાપાસ
ભાજપના પ્રવક્તા પાત્રાએ પ્રિયંકા ગાંધીની રાજકારણમાં એન્ટ્રીને રાહુલ ગાંધીની નિષ્ફળતા ગણાવી હતી. સાથોસાથ ભાજપના નેતાઓએ કોંગ્રેસને પરિવારની પાર્ટી ગણાવતાં કહ્યું કે, કોંગ્રેસમાં પરિવાર વાદ છે. જ્યારે ભાજપમાં દેશની વાત છે. અહીં કોઇ પરિવાર વાદ નથી.

કોંગ્રેસે ખેલ્યો માસ્ટર સ્ટ્રોક
આગામી લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ બંને માટે ખરાખરીનો જંગ છે. ભાજપ દ્વારા આડકતરી રીતે ચૂંટણીના શ્રીગણેશ કરી દીધા છે. આ સંજોગોમાં કોંગ્રેસ અત્યાર સુધી સુસ્ત દેખાતું હતું. પરંતુ આજે કોંગ્રેસે માસ્ટર સ્ટ્રોક માર્યો છે. જે ક્ષણની રાજનીતિમાં રાહ જોવાતી હતી એ સામે આવી છે. પ્રિયંકા ગાંધીને રાજકારણમાં એન્ટ્રી આપી છે. ઉત્તર પ્રદેશની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. 

પ્રિયંકામાં કેમ કોંગ્રેસે વિશ્વાસ મુક્યો?
જવાહરલાલ નહેરૂથી લઇને રાજીવ ગાંધી સુધીનો કોંગ્રેસનો રાજકારણમાં દબદબો અકબંધ હતો. જોકે બાદમાં ધીરે ધીરે કોંગ્રેસ અસ્ત તરફ આગળ વધી રહ્યું છે. એવામાં કોંગ્રેસે રાહુલના ખભે જીતની ઇમારત ચણવાનું સપનું જોયું પરંતુ એમાં કોંગ્રેસને જોઇએ એવી સફળતા મળતી દેખાતી નથી. આ સંજોગોમાં કોંગ્રેસ પાસે પ્રિયંકા સિવાય કોઇ છૂટકો ન હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news