Video : ઓક્સફોર્ડમાં ભરી રહેલી સ્ટારકિડ માતા કરતા પણ વધારે બોલ્ડ અને ખૂબસુરત, પોસ્ટ કર્યો હોટ વીડિયો

આ સ્ટારકિડ બોલિવૂડમાં એન્ટ્રી લેવા માટે તૈયાર છે

Video : ઓક્સફોર્ડમાં ભરી રહેલી સ્ટારકિડ માતા કરતા પણ વધારે બોલ્ડ અને ખૂબસુરત, પોસ્ટ કર્યો હોટ વીડિયો

નવી દિલ્હી : બોલિવૂડમાં સ્ટાર કિડ્સની નવો ફાલ આવી રહ્યો છે. તાજેતરમાં શ્રીદેવીની દીકરી જાન્હવી અને સૈફ અલી ખાનની દીકરી સારાએ બોલિવૂડમાં ધમાકેદાર શરૂઆત કરી છે તો બીજા અનેક સ્ટારકિડ્સ પોતપોતાના પ્રોજેક્ટમાં લાગેલા છે. હવે પૂજા બેદીની દીકરી આલિયા ઇબ્રાહિમ પણ પોતાની બોલિવૂડ એન્ટ્રી માટે તૈયાર છે. આલિયા પોતાની માતા પૂજા કરતા પણ વધારે ખૂબસુરત ને સ્ટાઇલિશ છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી આલિયાએ એક ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે. 

આલિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. રવીના ટંડનના હિટ ડાન્સ 'ટીપ ટીપ બરસા પાની' પર આલિયાએ કરેલો ડાન્સ ચાહકો પસંદ કરી રહ્યા છે. 

A post shared by ALAIA F (@alaiaf_) on

બાહુબલી પ્રભાસના લગ્ન ફાઇનલ, તારીખ અને કન્યાનું નામ જાણવા માટે કરો ક્લિક...

મળતી માહિતી પ્રમાણે આલિયા બહુ જલ્દી સૈફ અલી ખાન સાથે 'જવાની જાનેમન'માં જોવા મળશે. આ ફિલ્મ બાપ-દીકરીના સંબંધો પર આધારિત હશે. નોંધનીય છે કે પૂજા બેદીએ 1994માં ફરહાન ફર્નિચરવાલા સાથે લગ્ન કર્યા હતા અને 1997માં મુંબઈ ખાતે આલિયાનો જન્મ થયો હતો. જોકે, પૂજા અને ફરહાનના 2007માં ડિવોર્સ થઈ ગયા હતા. આલિયા ભણવામાં પણ સ્માર્ટ છે અને હાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરી રહી છે. આલિયાને હોકી, ફૂટબોલ અને સિંગિંગ બહુ ગમે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news