પીએમ મોદી આજે પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખો સાથે ક્રુડના ભાવને લઇને કરશે ચર્ચા, ઘટી શકે છે કિંમતો

આજે યોજાવનારી બેઠકમાં ઇપરા પર અમેરિકાએ લગાવેલા પ્રતિબંધ તથા ક્રુડની કિંમતોમાં વધારાને કારણે વૃદ્ધિ પર થઇ રહેલી અસરો પર ચર્ચાઓ કરશે. 

પીએમ મોદી આજે પેટ્રોલિયમ કંપનીઓના પ્રમુખો સાથે ક્રુડના ભાવને લઇને કરશે ચર્ચા, ઘટી શકે છે કિંમતો

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે તેલ અને ગેસ ક્ષેત્રમાં વૈશ્વિક અને ભારતીય કંપનીઓના મુખ્ય કાર્યપાલક અધિકારીઓ(સીઇઓ)ની સાથે વિચાર વિમર્શ કરશે. આ બેઠકમાં ઇરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધ તથા ક્રુડઓઇલની કિંમતોમાં વધારાને કારણે વૃદ્ધિ પર થઇ રહેલા પ્રભાવ પર ચર્ચા કરશે.

અધિકારીક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષની ત્રીજી બેઠકમાં ક્રુડ અને ગેસ ઉત્પાદન ક્ષેત્રે રોકાણ આકર્ષિત કરનારાઓની પણ ચર્ચાઓ કરવામાં આવશે. પીએમ મોદીની આ મામલે પ્રથમ બેઠક 5 જાન્યુઆરી 2016માં થઇ હતી. જેથી પાકૃતિક ગેસની કિમતોમાં સુધારો કરવાનો વિચાર કરવામાં આવ્યો હતો. આના એક વર્ષ કરતા પણ વધુ સમય બાદ પણ સરકારે સમુદ્ર જેવા મુશ્કેલ ક્ષેત્રોમાં પણ ઉત્પાદન ઉત્પાદન શરૂ નથી કર્યું.

आज फिर बढ़े तेल के दाम, महंगाई की नई ऊंचाई को छू रहे डीजल की कीमत

ઓક્ટોબર 2017માં આ પહેલાની બેઠકમાં સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ અને ઓએનજીસી તથા ઓઇલ ઇન્ડિયાના ઉત્પાદક ક્રુડ અને ગેસ ક્ષેત્રોમાં વિદેશી અને નાની કંપનીઓને ઇક્વિટી આપવાના સૂચન આપવામાં આવ્યા હતા. પરંતુ ઓએનજીસીના સખત વિરોધ બાદ આ યોજનાઓ આગળ વધારી શકવામાં ન નહિ.

સૂત્રોના જણાવ્યા અનુસાર સાઉદી અરબના પેટ્રોલિયમ મંત્રી ખાલિદ એ અલ ફલીહ, બીપીના સીઇઓ બૉબ ડૂડલે, ટોટલના પ્રમુખ પૈટ્રિક ફૉયેન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીટના ચેયરમેન મુકેશ અંબાણી અને વેદાંતાના પ્રમુખ અનિલ અગ્રવાલનો સોમવારેની બેઠકમાં સમાવેશ થાય તેવી શક્યાતાઓ છે. આ બેઠકનું સંયોજન નીતિઆયોગ દ્વારા કરવામાં આવ્યું છે. સમજી શકાય તેમ છે, કે બેઠકમાં ક્રુડ ઓઇલની કિંમતો પર ઉતાર ચઢાવ તથા અમેરિકાના ઇરાન પર પ્રતિબંધ અંગે વિચારણા કરવામાં આવશે.

સુત્રો દ્વારા મળતી માહિતી મૂજબ બેઠકમાં પેટ્રોલિયમ નિર્માતાઓ દેશના સંગઠન(ઓપેક)ના મહાસચિવ મોહમ્મદ બારકિંદો અને પેટ્રોલિયમ મંત્રી ધરમેન્દ્ર પ્રધાન પણ હાજરી આપશે.

આ સિવાય બેઠકમાં ઓએનજીલસીના ચેરમેન અને પ્રબંધ નિર્દેશક શશિ શંકર, આઇઓસીના ચેરમેન સંજીવ સિંહ, ગેલ ઇન્ડિયાના પ્રમુખ બી સી ત્રિપાઠી, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પેરેશનના ચેરમેન મુકેશ કુમાર શરણ, ઓઇલ ઇન્ડિયાના ચેરમેન ઉત્પલ વોરા અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન ડી રાજકુમાર પણ ભાગ લેશે. પ્રધાનમંત્રીએ 2015માં લક્ષ્ય નક્કી કર્યું હતું, કે ભારત 2022માં પેટ્રોલિયમ આયાત પર નિર્ભરતા 2014-15ની તુલનામાં 10 ટકા ઓછી કરી 67 ટકા કરી દેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news