મોદી કેબિનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી: સૂત્ર

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ સૂત્ર દ્વારા એવા સમાચાર આવી રહ્યાં છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. ત્યારે આ બાજુ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલ જતા પહેલા કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. કેબિનેટ બેઠકને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને બોલાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

મોદી કેબિનેટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન માટે ભલામણ કરી: સૂત્ર

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. એક બાજુ સૂત્ર દ્વારા એવા સમાચાર આવી રહ્યાં છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી છે. ત્યારે આ બાજુ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલ જતા પહેલા કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી છે. કેબિનેટ બેઠકને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને બોલાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બાજુ એવા અહેવાલ છે કે જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું તો શિવસેના સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. ઉદ્ધવ ઠાકરેએ આ મુદ્દે કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે વાત પણ કરી છે. 

— ANI (@ANI) November 12, 2019

સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી છે. નવ નવેમ્બરના રોજ ગત વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો.ભાજપ પહેલા જ રાજ્યમાં સરકાર બનાવવાની ના પાડી ચૂકી છે. પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ભાજપ અને ત્યારબાદ શિવસેના તથા પછી સોમવારે મોડી સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યાં મુજબ કદાચ રાજ્યપાલને એવું લાગ્યું હશે કે કોઈ પણ પક્ષ કે ગઠબંધન સ્થિર સરકાર બનાવવાના પક્ષમાં નથી આથી તેમણે રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. 

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 21મી ઓક્ટોબરે યોજાઈ હતી. 24મી ઓક્ટોબરે તેના પરિણામ આવ્યાં હતાં જેમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત મળ્યો નહતો. મહારાષ્ટ્રની 288 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપને 105 બેઠકો, શિવસેનાને 56 બેઠકો, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 બેઠકો મળી હતી. ચૂંટણી પૂર્વ ભાજપ-શિવસેનાના ગઠબંધનને સ્પષ્ટ જનાદેશ મળ્યો હતો. પરંતુ શિવસેનાના 50-50 ફોર્મ્યુલાની માગણીને કારણે આ ગઠબંધન તૂટી ગયું. ત્યારબાદ શિવસેનાએ એનસીપી-કોંગ્રેસ ગઠબંધન સાથે મળીને સરકાર બનાવવાની કોશિશ કરી પરંતુ છેલ્લી ઘડી સુધી કોંગ્રેસના સમર્થનને લઈને અસમંજસ રહેતા રાજકીય ગતિરોધ રહ્યો. 

— ANI (@ANI) November 12, 2019

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સોમવારે મોડી સાંજે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. પાર્ટી પ્રવક્તા નવાબ મલિકે મીડિયાકર્મીઓને કહ્યું હતું કે રાજ્યપાલે અમારા પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું છે અને સંકેત છે કે એક આમંત્રણ પત્ર અમને આપવામાં આવશે. કાલે અમે આગામી સરકાર બનાવવાના તરીકાઓ પર કોંગ્રેસ સાથે ચર્ચા કરીશું. 

વિશેષજ્ઞોનો મત
આ અગાઉ ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર બનાવવા માટે અપાયેલી તક મુદ્દે લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપે કહ્યું હતું કે રાજ્યપાલ બંધારણને અનુસરી રહ્યાં છે. પાર્ટીઓને એક બાદ એક બોલાવીને એક  બંધારણીય રસ્તો પસંદ કર્યો છે. જેના કારણે હોર્સ ટ્રેડિંગ રોકી શકાય છે. બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બનાવવા માટે સમયમર્યાદાના મામલે રાજ્યપાલનો નિર્ણય અંતિમ છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં પેદા થયેલા એક રાજકીય સંકટના પરિપ્રેક્ષ્યમાં. કશ્યપે કહ્યું કે જો રાજ્યપાલને એવું લાગે કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવાની સ્થિતિમાં નથી તો ત્યારે તેઓ રાષ્ટ્રપતિને આ અંગે સૂચના આપી શકે છે. કશ્યપે કહ્યું કે જો તેઓ ઈચ્છે તો એનસીપી બાદ કોંગ્રેસને પણ બોલાવી શકે છે. શિવસેનાના મામલે કદાચ તેમને એવું નહીં લાગ્યું હોય કે આ પાર્ટી સરકાર બનાવવા માટે સક્ષમ છે. 

જુઓ LIVE TV

લોકસભાના પૂર્વ સચિવ પી.ડીટી. આચારીએ કહ્યું કે સમયમર્યાદાના મામલે કોઈ નિર્ણય લેવા માટે રાજ્યપાલ પાસે પૂરેપૂરો અધિકાર છે. આચારીએ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર કહ્યું કે રાજ્યપાલની પ્રાથમિકતા રાજ્યમાં સરકાર બનાવવાની છે. જો તેમને એમ લાગે કે કોઈ સંભાવના છે તો તેઓ નિશ્ચિત રીતે સમયમર્યાદા વધારી શકે છે. જેનાથી કોઈ પાર્ટી સરકાર બનાવી શકે. પરંતુ જો તેમને એવું લાગે કે તેની કોઈ શક્યતા નથી તો તેઓ આ અંગે રાષ્ટ્રપતિને સૂચના આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news