પીએમ મોદીએ મમતા સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું- હિંસા દ્વારા ડરાવવા લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન

PM Modi at Matua event: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે રાજકીય વિરોધને કારણે જો કોઈને હિંસાથી ડરાવી-ધમકાવી કોઈ રોકે છો તો બીજાના અધિકારોનું હનન છે. 
 

પીએમ મોદીએ મમતા સરકાર પર સાધ્યુ નિશાન, કહ્યું- હિંસા દ્વારા ડરાવવા લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે બંગાળના શ્રીધામ ઠાકુરનગરમાં મતુઆ સમુદાયની પ્રખ્યાત હસ્તિ શ્રી શ્રી હરિચંદ ઠાકુરની 211મી જયંતિ પર આયોજીત 'મતુઆ ધર્મ મહા મેલા'ને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે બંગાળમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો અને નામ લીધા વગર મમતા સરકાર પર નિશાન સાધ્યુ હતું. 

પીએમ મોદીએ કહ્યુ, 'રાજકીય ગતિવિધિઓમાં ભાગ લેવો આપણો લોકતાંત્રિક અધિકાર છે. પરંતુ રાજકીય વિરોધને કારણે જો કોઈને હિંસાથી ડરાવી-ધમકારી રોકવામાં આવે તો બીજાના અધિકારોનું હનન છે. તેથી આપણું કર્તવ્ય છે કે હિંસા, અરાજકતાની માનસિકતા સમાજમાં હોય તો તેનો વિરોધ કરવામાં આવે.'

હાલમાં બંગાળના બીરભૂમ જિલ્લાના બોગતુઈ ગામમાં બાળકો અને મહિલાઓ સહિત 9 લોકોને સળગાવી દેવામાં આવ્યા હતા. આરોપ છે કે ટીએમસીના એક પંચાયત પદાધિકારીની હત્યાનો બદલો લેવા માટે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ મામલાની તપાસ કોર્ટના આદેશ બાદ સીબીઆઈ કરી રહી છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર અપરાધિઓને બચાવી રહી છે. તો ટીએમસીનું કહેવું છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં કાર્યવાહી કરી છે. 

— ANI (@ANI) March 29, 2022

પ્રધાનમંત્રીએ કહ્યું, આજે હું મતુઆ સમાજના બધા સાથીઓને આગ્રહ કરવા ઈચ્છીશ. સિસ્ટમમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે સમાજના સ્તર પર તમારૂ જાગરૂકતા વધારવાની છે. જો કોઈનું પજવણી થઈ રહી છે તો જરૂર અવાજ ઉઠાવો. આ આપણું સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્ય છે. 

પીએમ મોદીએ કહ્યુ કે કર્તવ્યોની આ ભાવનાને આપણે રાષ્ટ્રના વિકાસનો પણ આધાર બનાવવો છે. આપણું બંધારણ આપણે ઘણા અધિકાર આપે છે. તે અદિકારોને આપણે ત્યારે સુરક્ષિત રાખી શકીએ છીએ, જ્યારે આપણે આપણા કર્તવ્યોને ઈમાનદારીથી નિભાવીશું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news