ભાવનગરના લોકોને હવે ફરવા માટે અમદાવાદ નહી જવું પડે, કાંકરિયાને ટક્કર મારે તેવું સ્થળ બનશે
શહેરના ઘોઘારોડ પર બે વર્ષ પહેલા ફેઇઝ-૧ માં રૂ.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલું અકવાડા લેઈકમાં હવે વધુ નવા આકર્ષણ જમાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના પર્યટનની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવા કાર્યશીલ છે, ત્યારે મહાપાલિકા સંચાલિત અકવાડા લેઈકના વિકાસ કાર્ય માટે ફેઇઝ-૨ ની ડીઝાઈન બનાવી સરકારમાં મોકલવામાં આવી હતી. જેની સૈદ્ધાન્તિક મંજુરી સરકારમાંથી મળી જતા હવે આગામી દિવસોમાં નવા રૂ.૧૬.૫ કરોડના ખર્ચે નવા આકર્ષણ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
Trending Photos
ભાવનગર : શહેરના ઘોઘારોડ પર બે વર્ષ પહેલા ફેઇઝ-૧ માં રૂ.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલું અકવાડા લેઈકમાં હવે વધુ નવા આકર્ષણ જમાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના પર્યટનની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવા કાર્યશીલ છે, ત્યારે મહાપાલિકા સંચાલિત અકવાડા લેઈકના વિકાસ કાર્ય માટે ફેઇઝ-૨ ની ડીઝાઈન બનાવી સરકારમાં મોકલવામાં આવી હતી. જેની સૈદ્ધાન્તિક મંજુરી સરકારમાંથી મળી જતા હવે આગામી દિવસોમાં નવા રૂ.૧૬.૫ કરોડના ખર્ચે નવા આકર્ષણ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
ભાવનગર શહેરના ઘોઘારોડ પર બે વર્ષ પહેલા અકવાડા લેઈકને ડેવલપ કરી તેને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવ્યું હતું. તે સમયે રૂ. ૮ કરોડના ખર્ચે આ લેઈકનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું. જેમાં અનેક આકર્ષક ઈન્ફ્રાસ્ટ્રક્ચર નું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ તેમાં આવેલું તળાવ જે અવનવા પક્ષીઓના આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું છે. જેમાં ફૂડ ઝોન, લોકોને હરવા ફરવા માટેનો ગાર્ડન અને અવનવી રાઇડ્સ તેમજ બાળકો માટે ખાસ ટ્રેઈન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. આ સ્થળ લોકો માટે ખાસ બની ગયું છે, ત્યારે હવે આ પર્યટન સ્થળને વધુ વિકસિત કરવા તરફ મહાનગરપાલિકા કાર્યશિલ બની છે.
જેમાં મહાનગરપાલિકા દ્વારા ફેઇઝ-૨ માટે ડીઝાઈન બનાવી સરકારમાં મોકલવામાં આવી હતી. જે ડીઝાઈનની સૈદ્ધાંતિક મંજુરી સરકાર દ્વારા આપવામાં આવતા હવે આગામી સમયમાં રૂ. ૧૬.૫ કરોડ રૂપિયાના ખર્ચે ફીશ સ્ટ્રકચરમાં ૩ડી પ્રોજેક્શન સ્ક્રીન, પ્લાનેટોરીયમમાં ગેલેક્ષી એરિયા, એડવેન્ચર પાર્કમાં જુદાજુદા સાહસિક ગેઝેટ્સ, સાયન્સ મ્યુઝીયમમાં સાયન્સ વર્કશોપ, તેમજ લાઈબ્રેરી, સ્ટડી રૂમ, ગેમઝોન, સાયન્સ એક્ઝીબીશન સહિતના વિવિધ આકર્ષણ ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે. સરકાર માંથી ૧૬.૫ કરોડની ફેઇઝ-૨ ની સૈદ્ધાંતિક મંજુરી મળી જતા હવે ગ્રાન્ટ પ્રાપ્ત થયે તેની ટેન્ડરીંગ સહિતની કામગીરી શરુ કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે