Power Politics of Poorvanchal: એક સમયે પૂર્વાચલમાં એટલું લોહી વહ્યું કે રોજેરોજ છાપું તેનાથી ભરાતું...જાણો યૂપીની રાજનીતિમાં બાહુબળનો પહેલો પ્રયોગ

આ તે સમય હતો જ્યારે કોલેજના વિદ્યાર્થી બંદૂકની નાળ સાફ કરતા હતા. આ દરમિયાન હરિશંકર તિવારીની રાજનીતિમાં એન્ટ્રી થાય છે. 1980ના દાયકામાં પૂર્વાંચલ જે આધારભૂત સુવિધાઓથી વંચિત હતું. સરકારી યોજનાઓ અને વિકાસની ગતિ પૂર્વાચલથી જોજનો દૂર હતી. મૂળભૂત સુવિધાઓથી વંચિત વિદ્યાર્થીઓની દિલચશ્પી હવે કટ્ટા અને અનેક પ્રકારના હથિયારો તરફ જાય છે.

Power Politics of Poorvanchal: એક સમયે પૂર્વાચલમાં એટલું લોહી વહ્યું કે રોજેરોજ છાપું તેનાથી ભરાતું...જાણો યૂપીની રાજનીતિમાં બાહુબળનો પહેલો પ્રયોગ

Power Politics of Poorvanchal: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 10 માર્ચ પછી એ નક્કી થઈ જશે કે રાજ્યમાં કોની સરકાર બનશે. જોકે લાખ પ્રયત્ન કરવા છતાં ઉત્તર પ્રદેશમાં બાહુબલ અને માફિયાઓનો દબદબો રાજ્યની રાજનીતિને પ્રભાવિત કરે છે. જોકે મહત્વનું એ નથી કે યૂપીની રાજનીતિમાં પાવર પોલિટિક્સની બોલબાલા છે. મહત્વની વાત એ છે કે આખરે તેની શરૂઆત ક્યારે થઈ. જાણકારી માટે બતાવી દઈએ કે વર્તમાનમાં પાવર પોલિટિક્સ અને બાહુબલીઓના કામ કરવાની સ્ટાઈલમાં થોડું પરિવર્તન આવ્યું છે. નહીં તો 80ના દાયકામાં જ્યારે પૂર્વાચલમાં માફિયારાજનો ઉદય થઈ રહ્યો હતો. આ દરમિયાન પૂર્વાચલમાં એટલું લોહી વહ્યું કે રોજેરોજ છાપું તેનાથી ભરેલું હતું. અમે તે વ્યક્તિ વિશે તમને જણાવીશું કે રાજનીતિમાં ગુંડાઓનો ઉદભવ તેમના સમયથી જ શરૂ થયો. તેમનો દબદબો અને લોકોની વચ્ચે સન્માન એવું હતું કે કોઈ તેમની સામે ચૂંટણીમાં ઉભો રહેતો ન હતો.

પૂર્વાંચલમાં ગેંગવોર:
પૂર્વાંચલમાં ઈટલીથી પ્રચલિત થયેલો શબ્દ 1980ના દાયકમાં ચર્ચામાં આવ્યો હતો. તેના પછીથી પૂર્વાચલમાં જ્યારે પણ ક્યાંક હત્યા કે શૂટઆઉટ જેવી ઘટના થતી ત્યારે તેને લોકો ગેંગવોર કહી દેતા હતા. પૂર્વાંચલમાં ગેંગવોર શબ્દનો અર્થ ઘણો મોટો છે. જે આખા પૂર્વાચલમાં માફિયારાજ અને માફિયાઓની રાજનીતિને પરિભાષિત કરે છે. 80ના દાયકામાં માફિયાનું કેન્દ્ર એકસમયે ગોરખપુર હતું. પરંતુ સમયની સાથે માફિયાનું કેન્દ્ર વારાણસી અને ગાઝીપુર બન્યું. મોટાભાગે ગેંગવોર અને માફિયાઓની શરૂઆત અહીંયાથી જ થઈ. પરંતુ તેની પહેલાં એક કહાની છે. જે ગોરખપુરની છે. આ કહાની પાત્રના કારણે આજે પૂર્વાંચલમાં બે શહેરો વારાણસી અને ગાઝીપુરમાં એવી ગેંગવોરની શરૂઆત થઈ, જે હજુ સુધી અટકી નથી. જી, હા અમે વાત કરી રહ્યા છીએ ગોરખપુરના હરિશંકર તિવારીની.

કોણ છે હરિશંકર તિવારી:
પૂર્વાચલની રાજનીતિમાં સારી પકડ ધરાવતા હરિશંકર તિવારી ગોરખપુરના રહેવાસી છે. 1980ના દાયકાામાં ગોરખપુર જ તે જગ્યા હતી,જ્યાંથી બાહુબલી અને માફિયારાજ જેવા શબ્દોની શરૂઆત થાય છે. યૂપીની રાજનીતિમાં હરિશંકર તિવારી તે સમયે ચર્ચામાં આવ્યા, જ્યારે 1985માં તે ગોરખપુરની ચિલ્લૂપાર સીટથી વિધાનસભાની ચૂંટણી લડે છે અને જેલની અંદર રહીને ચૂંટણી જીતી જાય છે. તેના પછી હરિશંકર તિવારી માટે રાજનીતિના દરવાજા ખૂલી જાય છે. લોકો હરિશંકર તિવારીને પ્રેમથી બાબૂજી કહીને બોલાવે છે.

Image preview

હરિશંકર તિવારીએ બદલી પૂર્વાંચલની રાજનીતિ:
પૂર્વાચલની રાજનીતિમાં માફિયારાજની શરૂઆત ઈન્દિરા ગાંધી સરકારના સમયથી જ શરૂ થઈ જાય છે. જયપ્રકાશ નારાયણ દેશમાં ઈન્દિરા ગાંધી સામે મોરચો ખોલીને બેઠા હતા. આ દરમિયાન વિદ્યાર્થી સંગઠન જેપીની સાથે જોડાવા લાગે છે. અને ઈન્દિરા ગાંધી સામે વિરોધ પ્રદર્શન, ધરણાં પ્રદર્શનનની શરૂઆત થાય છે. પરંતુ આ તે સમય હતો જ્યારે કોલેજના વિદ્યાર્થી બંદૂકની નાળ સાફ કરતા હતા. આ દરમિયાન હરિશંકર તિવારીની રાજનીતિમાં એન્ટ્રી થાય છે. 1980ના દાયકામાં પૂર્વાંચલ જે આધારભૂત સુવિધાઓથી વંચિત હતું. સરકારી યોજનાઓ અને વિકાસની ગતિ પૂર્વાચલથી જોજનો દૂર હતી. મૂળભૂત સુવિધાઓથી વંચિત વિદ્યાર્થીઓની દિલચશ્પી હવે કટ્ટા અને અનેક પ્રકારના હથિયારો તરફ જાય છે. જેલમાં રહેતા હરિશંકર તિવારી વિધાનસભાની ચૂંટણી જીતી જાય છે અને આગળ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ અને માફિયાઓને રાજકીય શરણ મળવા લાગે છે. માનવામાં આવે છેકે પૂર્વાંચલમં આ પ્રમાણે માફિયારાજની શરૂઆત થાય છે. હરિશંકર તિવારીને બે વખત હારનો સામનો કરવો પડ્યો. પહેલીવાર 2007 અને પછી 2012માં. તે 22 વર્ષ સુધી ચિલ્લૂપાર સીટથી ધારાસભ્ય રહ્યા અને ભાજપા-સપા અને બસપા સરકારમાં અનેક મોટા મંત્રાલયની જવાબદારી તેમણે સંભાળી.

કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 2 લાખ રૂપિયા! જાણો 18 મહિનાના DA એરિયર્સ પર મોટું અપડેટ

ગુનાનું રાજનીતિકરણ:
હરિશંકર તિવારી પર લાગેલા આરોપ ક્યારેય સાબિત થઈ શક્યા નહીં. પરંતુ પૂર્વાચલની જાણકારી રાખનારા લોકોમાં આ વાત થવા લાગી કે માફિયા રાજની શરૂઆત હરિશંકર તિવારીના કાર્યકાળથી જ થઈ. આ સમયે કોલેજના વિદ્યાર્થીઓ પર નજર રાખવામાં આવતી હતી અને હોનહાર-હોંશિયાર વિદ્યાર્થીઓનું આકર્ષણ માફિયાની તરફ ઢળવા લાગતું હતું. આ તે સમય હતો જ્યારે યૂપીના નવા છોકરા શ્રીપ્રકાશ શુક્લાની એન્ટ્રી થાય છે. જે માત્ર યૂપી જ નહીં પરંતુ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં પોતાના ખૂંખાર ગુનાહિત કૃત્યોના કારણે બદનામ થઈ ગયો હતો. આ વાત સામાન્ય છેકે શ્રીપ્રકાશ શુક્લા પર હરિશંકર તિવારીનો હાથ હતો.

હરિશંકર તિવારી પર આરોપ:
1980ના દાયકામાં હરિશંકર તિવારી સામે ગોરખપુર જિલ્લામાં 26 કેસ નોંધવામાં આવ્યા. આ મામલામાં હત્યા કરવી, હત્યાનો પ્રયાસ, અપહરણ, લૂંટફાટ, વસૂલી, સરકારી કામમાં અડચણ કરવી જેવા કેસનો સમાવેશ થતો હતો. પરંતુ હરિશંકર તિવારી હજુ સુધી કોઈપણ આરોપમાં દોષી સાબિત થયા નથી. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તે ક્યારેય ગુનો કરતા ન હતા. તેમના શરણમાં એટલા નામચીન ગુંડાઓ હતા. જે બાબુજીના આદેશ પર મોટાથી મોટા કામ કરવા તૈયાર રહેતા હતા.

ઠેકેદારીનો આરોપ:
પૂર્વાંચલમાં માફિયારાજ અને હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે પૂર્વાંચલમાં 1980ના દાયકામાં જ કેન્દ્ર સરકારની અનેક વિકાસ પરિયોજનાઓ લાવવામાં આવે છે. અહીંયા સરકારી પરિયોજનાઓ પર વર્ચસ્વને લઈને જૂથવાદ થવા લાગ્યો અને ઠેકો આપવામાં આવ્યો, કોને મળશે અને કેટલાં પૈસા ખર્ચ કરવા પડશે તે પણ બાહુબલી અને રાજનેતા નક્કી કરવા લાગ્યા. એવામાં હરિશંકર તિવારીની પાસે પૂર્વાંચલના બધા સરકારી કોન્ટ્રાક્ટ જવા લાગ્યા. પરંતુ તે સમયે એક રાજપૂત યુવક જેનું નામ વીરેન્દ્ર શાહી હતું. તેનો પણ દબદબો પૂર્વાંચલમાં તેટલો જ હતો જેટલો હરિશંકર તિવારીનો હતો. હરિશંકર તિવારી અને વીરેન્દ્ર શાહી બંને એકબીજાના કટ્ટર વિરોધી હતા. બંને રાજનેતા પણ બતા. એવામાં પૂર્વાંચલમાં કોન્ટ્રાક્ટની લડાઈ જેમાં રેલવે, કોલસો, ખાણ, રેતીની ખાણ, દારૂ વગેરેનો સમાવેશ થતો હતો. જેને લઈને હિંસા શરૂ થઈ અને માફિયાઓને પોલીસ અને પ્રશાસનથી બચાવવા માટે રાજકીય શરણ લેવી પડી. જોકે શ્રીપ્રકાશ શુક્લાએ વીરેન્દ્ર શાહીની હત્યા કરાવી દીધી. જેના પછી પૂર્વાંચલ પર એકહથ્થુ રાજ હરિશંકર તિવારીનું સ્થાપિત થઈ ગયું હતું અને આખા પૂર્વાંચલમાં કોઈનામાં એટલી હિંમત ન હતી કે બાબુજીની સત્તાને લલકાર આપી શકે.

આ અભિનેત્રી સાથે રોમાન્સ કરતી વખતે ધર્મેન્દ્ર રીતસરના કાંપતા, અભિનેત્રીએ કર્યા ધડાધડ મોટા ખુલાસા

બાહુબલી વર્સિસ રોબિનહુડ:
જો તમે પૂર્વાંચલથી માહિતગાર હોય તો તમને ખ્યાલ હશે કે સામાન્ય લોકોની વચ્ચે એક જ માફિયા અને રાજનેતાને લઈને અનેક પ્રકારના મત હોય છે. કેટલાંક લોકો તેને માફિયા, બાહુબલી કે બદમાશ જેવી સંજ્ઞા આપે છે. તો એક મોટો વર્ગ એવો હોય છે જે આ લોકોને રોબિનહુડ પણ કહે છે. માફિયા કે રોબિનહુડ કહેનારા લોકોમાં બધા જાતિ, ધર્મ અને વર્ગના લોકો હોય છે.

અત્યારે ક્યાં છે હરિશંકર તિવારી:
વર્ષ 2012માં મળેલા પરાજય પછી હરિશંકર તિવારીએ ચૂંટણી લડી નહી. તેમની ઉંમર પણ ઘણી વધારે થઈ ગઈ છે. હાલમાં તેમની ઉમર 84 વર્ષની છે. પરંતુ આજે પણ ચિલ્લુપારમાં તેમનો પ્રભાવ છે. તે પોતાના વિસ્તારમાં લોકોને ત્યાં લગ્નમાં જોવા મળે છે. વર્ષ 2017માં ભાજપના ટિકિટ પર તેમના પુત્ર વિનય શંકર તિવારી ચિલ્લુપાર સીટથી ધારાસભ્ય બન્યા. હરિશંકર તિવારી માટે એવું કહેવામાં આવે છે કે યૂપી અને પૂર્વાંચલની રાજનીતિમાં જો તમને દિલચશ્પી છે તો તમે હરિશંકર તિવારીથી પ્રેમ કે નફરત કરી શકો છો. તેમને ગુનેગાર કે રોબિનહુડ માની શકો છો. પરંતુ તેમને નજરઅંદાજ કરી શકો નહીં.

એક નવા બાહુબલીનો ઉદય:
ગોરખપુરના રહેવાસી શ્રીપ્રકાશ શુક્લા ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં પોતાના ગુનાહિત કૃત્યો માટે જાણીતા થઈ ગયા હતા. પરંતુ કોઈ વાતે હરિશંકર તિવારી સાથે હવે શ્રીપ્રકાશ શુક્લાને મતભેદ શરૂ થઈ ગયા હતા. કહેવાય છે કે શ્રીપ્રકાશ શુક્લાએ ચિલ્લુપાર સીટથી જ વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ બાબુજીની સત્તાને લલકારવાની ક્ષમતા હજુ સુધી કોઈનામાં નથી. એવામાં યૂપીના સમાચાર પત્રમાં એક સમાચાર છપાય છે કે તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહની સોપારી શ્રીપ્રકાશ શુક્લાએ લીધી છે. શ્રીપ્રકાશ શુક્લાના કામને ધ્યાનમાં રાખીને રાજ્યમાં યૂપી-એસટીએફનું નિર્માણ કરવામાં આવે છે અને શ્રીપ્રકાશ શુક્લાને એસટીએફ લાંબી નાસ-ભાગ પછી એન્કાઉન્ટરમાં ઠાર કરે છે. પરંતુ હવે અહીંયાથી પૂર્વાંચલની રાજનીતિ બદલવાની હતી. કેમ કે માફિયા અને બાહુબલની લડાઈ ગોરખપુરથી શિફ્ટ થઈને ગાઝીપુર જવાની હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news