Video: જ્યારે ટીવી પર Live હતી મહિલા રિપોર્ટર તો કારે પાછળથી મારી ટક્કર, છતાં ન છોડ્યું રિપોર્ટિંગ
અમેરિકામાં એક મહિલા રિપોર્ટરને રિપોર્ટિંગ કરવા સમયે કારે ટક્કર મારી દીધી. ઓન એર રહેવાને કારણે ઘટના ટીવી પર પણ પ્રસારિત થઈ ગઈ. અકસ્માત બાદ મહિલા રિપોર્ટરે પોતાનું રિપોર્ટિંગ જાળવી રાખ્યું હતું. જુઓ વીડિયો...
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાના વેસ્ટ વર્જિનિયામાં એક મહિલા રિપોર્ટરને રિપોર્ટિંગ સમયે એક કારે ટક્કર મારી દીધી. તેમ છતાં મહિલા રિપોર્ટરે પોતાનું રિપોર્ટિંગ યથાવત રાખ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડબ્લૂએસએઝેડ ન્યૂઝની રિપોર્ટરની ઓળખ ટોરી યોર્ગીના રૂપમાં થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ટક્કર બાદ તેને સામાન્ય ઈજા થઈ છે.
વેસ્ટ વર્જીનિયાની રિપોર્ટર ટોરી યોર્ગીની સાથે આ ઘટના ગુરૂવારની જણાવવામાં આવી રહી છે. એક્ટીડેન્ટ દરમિયાન તે કાના હવા કાઉન્ટીથી રિપોર્ટિંગ કરી રહી હતી. એન્કરના સવાલનો જવાબ આપવા સમયે તેને કારે જોરદાર ટક્કર મારી હતી. તેનાથી ટોરી યોર્ગી ઉછળીને કેમેરા સાથે ટકરાય હતી. પરંતુ તેણે ખુબને સંભાળી અને કહ્યું કે, તે ઠીક છે.
એન્કરની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોમાં લોકો ટીવી એન્કરની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. તેમનું કહેવું છે કે પોતાની રિપોર્ટરનો અકસ્માત જોયા બાદ પણ એન્કર એટલો શાંત રહ્યો. ઘણા લોકોએ મલ્ટીમિડિયા પત્રકારો માટે નવી નીતિ બનાવવાની માંગ કરી છે.
રિપોર્ટરે ટ્વીટ કરી આપી સ્વાસ્થ્યની જાણકારી
અકસ્માત બાદ યોર્ગીએ ટ્વીટ કરી ખુદના ઠીક હોવાની જાણકારી આપી હતી. તેણે કહ્યું કે, તે બરોબર છે, બસ થોડો દુખાવો થઈ રહ્યો છે. તેણે ટીવી એન્કરના બચાવનો પણ પ્રયાસ કર્યો, જે પોતાની પ્રતિક્રિયા માટે આલોચનાનો સામનો કરી રહ્યો હતો. યોર્ગીએ જણાવ્યું કે, એન્કર તે ન જોઈ શક્યો કે મારી સાથે શું થયું. તે દયાળુ લોકોમાંથી એક છે જેને હું જાણું છું. તેણે સૌથી પહેલા મારા હાલચાલ જાણવા માટે ફોન કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે