'કટ્ટર સોચ નહીં યુવા હોશ'.. . આ પોસ્ટર કોંગ્રેસ માટે મોટી મુસીબત બની ગયું, જાણો કેમ

લોકસભા ચૂંટણીમાં હવે થોડો સમય જ રહી ગયો છે. ભાજપ ફરીથી સત્તામાં પાછા ફરવા માટે તનતોડ મહેનત કરે છે. જ્યારે કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરીથી સત્તામાં આવવા માટે મહેનત કરે છે.

'કટ્ટર સોચ નહીં યુવા હોશ'.. . આ પોસ્ટર કોંગ્રેસ માટે મોટી મુસીબત બની ગયું, જાણો કેમ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં હવે થોડો સમય જ રહી ગયો છે. ભાજપ ફરીથી સત્તામાં પાછા ફરવા માટે તનતોડ મહેનત કરે છે. જ્યારે કોંગ્રેસ પાંચ વર્ષ બાદ ફરીથી સત્તામાં આવવા માટે મહેનત કરે છે. ચૂંટણીમાં પ્રભાવશાળી ગણાતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભારત પાછા ફર્યા બાદ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને આગામી લોકસભા ચૂંટણી પર ચર્ચા કરી. ભારત પાછા ફરતા જ દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પોસ્ટર લગાવવામાં આવ્યાં,  ત્યારબાદથી તો જાણે રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો છે. 

દિલ્હીમાં લાગેલા આ પોસ્ટરો પર જ્યારે વિપક્ષે સવાલ ઊભા કર્યા તો અનેક જગ્યાએથી કોંગ્રેસીઓએ ગણતરીના કલાકોમાં પોસ્ટરો હટાવી લીધા. હકીકતમાં આ પોસ્ટરમાં રાહુલ અને પ્રિયંકા સાથે રોબર્ટ વાડ્રા પણ જોવા મળી રહ્યાં છે. આ પોસ્ટરમાં લખ્યું છે કે કટ્ટર જોશ નહીં યુવા હોશ. આ સાથે જ પોસ્ટરમાં લખ્યું છે કે જન જન કી યેહી પુકાર, રાહુલજી, પ્રિયંકાજી અબકી બાર. રોબર્ટ વાડ્રા લેન્ડ ડીલ મામલે વચગાળાના જામીન પર છે. આ જ કારણ છે કે વિરોધીઓએ  તેમના આ પોસ્ટરની ટીકા શરૂ કરી દીધી છે. 

દિલ્હીમાં રોબર્ટ વાડ્રાના પોસ્ટર લગાવનારા જગદીશ શર્માએ જણાવ્યું કે તેમણે દિલ્હીમાં લગભગ 150થી વધુ પોસ્ટરો લગાવ્યાં. તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે રોબર્ટ વાડ્રા પ્રમાણીક છે. પરંતુ ભાજપ તેમને ફસાવી રહી છે. ઝી ન્યૂઝ સાથે વાતચીતમાં જ્યારે તેમને પોસ્ટરમાં રોબર્ટ વાડ્રાની તસવીર પર સવાલ કરાયો તો તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા કોંગ્રેસમાં છે તો તેમના પતિ પણ કોંગ્રેસી છે. કોંગ્રેસ હવે તેમની સાથે નાતો  કેવી રીતે તોડી શકે. 

અત્રે જણાવવાનું કે મંગળવારે 5 ફેબ્રુઆરીના રોજ યુપી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમની નવી ઓફિસ પણ મળી ગઈ. દિલ્હીના 24 અકબર રોડ પર કોંગ્રેસની ઓફિસમાં જ પ્રિયંકાને એક અલગ રૂમ ફાળવવામાં આવી છે. જ્યાં તેમને નેમ પ્લેટ પણ લાગી છે. ખાસ વાત એ છે કે પ્રિયંકા ગાંધીના આ રૂમમાંથી જ રાહુલ ગાંધીની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. આ રૂમ એક વખતે રાહુલ ગાંધીનો હતો. પ્રિયંકા ગાંધીનો આ રૂમ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિલકુલ બાજુમાં છે. પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમની નવી ઓફિસ મળ્યા બાદ જ દિલ્હીમાં અનેક જગ્યાએ કોંગ્રેસના આ પોસ્ટર જોવા મળ્યાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news