Cyclone: બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, માછીમારો દરિયામાં ન જાય

Cyclone Prediction: હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચરણના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સવારે 5.30 વાગે બન્યું અને 8.30 વાગે પણ તે જ ક્ષેત્રમાં જોવા મળ્યું. તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24મી મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રિશન સ્વરૂપે કેન્દ્રીત થાય તેવી શક્યતા છે.

Cyclone: બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી, માછીમારો દરિયામાં ન જાય

Cyclone Prediction: હવામાન ખાતાના જણાવ્યાં મુજબ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસંચરણના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ-પશ્ચિમ અને નજીકના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર સવારે 5.30 વાગે બન્યું અને 8.30 વાગે પણ તે જ ક્ષેત્રમાં જોવા મળ્યું. તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24મી મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રિશન સ્વરૂપે કેન્દ્રીત થાય તેવી શક્યતા છે. ત્યારબાદ 25મી મેની સાંજ સુધીમાં તે ઉત્તર-પૂર્વ અને નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી  સુધી પહોંચે તેવી ઘણી શક્યતા છે. જાણો ગુજરાત પર તેની શું અસર થઈ શકે? 

ભારે વરસાદની ચેતવણી
25 અને 26મી મેના રોજ પશ્ચિમ બંગાળના ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લામાં અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ અને અલગ અલગ સ્થળો ઉપર પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 

પવન ફૂંકાવવાની શક્યતા
22મી મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીમાં 35-45 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની શક્યતા છે. 23મીએ સવારથી મધ્ય અને નજીકના દક્ષિણ બંગાળની ખાડી પર પવનની ઝડપ ધીરે ધીરે 40-50 કિમી પ્રતિ કલાકથી વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જે 24મી સવારથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી વધીને 70 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે ઉત્તર બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારો સુધી તથા 25 તારીખની સવારથી 26 તારીખની સાંજ સુધીમાં ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી અને નીકટવર્તી ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. 

કેવી રહેશે દરિયાની સ્થિતિ
22મી મેના રોજ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ મધ્યમથી ઉગ્ર, 23મી મેથી મધ્ય અને નિકટવર્તી દક્ષિણ બંગાળની ખાડીમાં તથા 24મી મેથી 26મી મે સુધી ઉત્તરી બંગાળની ખાડીમાં સમુદ્રની સ્થિતિ ઉગ્રથી વધુ ઉગ્ર થવાની શક્યતા છે. 

માછીમારોને ચેતવણી
હવામાન વિભાગે માછીમારોને ચેતવણી આપી છે કે તેઓ 23મી મેથી મધ્ય અને નિકટવર્તી દક્ષિણ બંગાળની ખાડીમાં તથા 24મી મેથી 26 મે સુધી ઉત્તર બંગાળની ખાડીમાં ન જાય. દરિયામાં ગયેલા માછીમારોને 23મી મેથી પહેલા કાંઠે પાછા ફરવાની સલાહ અપાઈ છે. 

દેશમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26મી મેના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે. વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે કેરળ અને માહેમાં 22મીએ અત્યંત ભારે વરસાદ અને 23મીએ ભારેથી અતિ ભારે વ રસાદની આગાહીના કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ 22 અને 23 માટે ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયેલું છે. 

અનેક ઠેકાણે હિટવેવની આગાહી
જો કે દેશમાં એક સાથે બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક ઠેકાણે વરસાદ કહેર મચાવી રહ્યો છે તો બીજી બાજુ ગરમી કહે મારું કામ. અનેક રાજ્યોમાં હિટવેવની આગાહી કરાઈ છે. પશ્ચિમ રાજસ્થાનના મોટાભાગના સ્થાનોમાં, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક સ્થળો માટે હિટવેવની આગાહી છે. જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના અલગ અલગ સ્થળો માટે પણ આવતી કાલ માટે હિટવેવની આગાહી કરાઈ છે.  

ગુજરાત માટે શું આગાહી
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ગુજરાતવાસીઓને હાલ તો ગરમીથી રાહત નહીં મળે. 5 દિવસ કાળઝાળ ગરમી હિટવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ ની અસર રહેશે. સૌરાષ્ટ્ર માં 3 દિવસ હિટવેવની આગાહી કરાઈ છે. અમદાવાદ માં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ,પાટણ મહેસાણા સાબરકાંઠા મહેસાણા ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ રહેશે. સુરેન્દ્રનગર માં 3 દિવસ હિટવેવ રહેશે. ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે. આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકે છે. 1 કે 2 ડિગ્રી તાપમાન  સામાન્ય ઘટાડો રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news