'રાજકારણીની જેમ રંગ બદલે છે આ કાચિંડો' સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો આ કાચિંડાનો વીડિયો

Chameleon Colors: એક તરફ ચૂંટણીનો માહોલ છે ત્યારે બીજી તરફ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ મિમ્સ બનાવીને રાજનેતાઓને ટાર્ગેટ કરતા નજરે પડે છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક કાચિંડો રંગ બદલતો જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્વીટર હેન્ડલરે લખ્યું છેકે, આ જો રાજકારણીની જેમ રંગ બદલે છે. કાચિં ડાએ 45 સેકન્ડમાં 5 વાર બદલ્યો પોતાનો રંગ, સોશિયલ મીડિયા પર સામે આવ્યો વીડિયો...

'રાજકારણીની જેમ રંગ બદલે છે આ કાચિંડો' સોશિયલ મીડિયા પર લાખો લોકોએ જોયો આ કાચિંડાનો વીડિયો

Chameleon Colors: કાચિંડાએ 45 સેકન્ડમાં 5 વાર બદલ્યો પોતાનો રંગ, સોશિયલ મીડિયા પર સામે આવ્યો વીડિયોસોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક કાચિંડાએ ગણતરીની સેકન્ડમાં જ એટલા રંગ બદલ્યો કે તમને જોઈને વિશ્વાસ નહીં થાય. જીહાં, ટ્વિટર પર આ વીડિયો @TheFigen_ નામનાં એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક કાચિંડાએ એક-બે વાર નહીં પરંતુ પાંચ-પાંચ વખત રંગ બદલ્યા.
 

— Figen (@TheFigen_) November 16, 2022

 

‘કાચિંડાની જેમ રંગ બદલવો’ આ કહેવત આપણે મોટાભાગે સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય કાચિંડાને રંગ બદલતા નરી આંખે જોયો છે?  સામાન્ય રીતે કાચિંડા જંગલોમાં ઝાડ-પાન કે છોડ પરનાં રંગમાં પોતાના રંગને બદલીને છુપાઈ જતા હોય છે. જોકે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક કાચિંડો ગણતરીની સેકન્ડમા ંજ એટલા રંગ બદલે છે કે, તમને વિશ્વાસ નહીં થાય. જીહાં, ટ્વિટર પર આ વીડિયો @TheFigen_ નામનાં એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં એક કાચિંડાએ એક-બે વાર નહીં પરંતુ પાંચ-પાંચ વખત રંગ બદલ્યા. 45 સેકન્ડના આ વીડિયોને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

 

કાચિંડાએ પાંચ વખત રંગ બદલ્યો-
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કાચિંડો કોઈ ઘરમાં એક પ્લાસ્ટિકની પાઈપ પર ચઢી રહ્યો છે. જેમ-જેમ પ્લાસ્ટિકની પાઈપનો કલર બદલાય છે તેમ-તેમ કાચિંડાનો રંગ પણ બદલાય છે. તેના રંગ બદલવાની સ્પીડને જોઈ ભલભલા લોકોના હોશ ઉડી જાય છે. કાચિંડાએ માત્ર 45 સેકન્ડમાં 5 કલર બદલી કાઢ્યા. આ વીડિયોને જોયા બાદ કોઈને વિશ્વાસ નહીં થાય. વીડિયોને શેર કરતા ટ્વિટર હેન્ડલર પર @TheFigen_એ લખ્યુ, ‘આ કાચિંડો એક રાજકારણીની જેમ રંગ બદલે છે’.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news