VIDEO : એક જમાનાનો સુપરસ્ટાર આજે કરે છે ખેતરમાં કામ

આ વીડિયો અને તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યા છે

VIDEO : એક જમાનાનો સુપરસ્ટાર આજે કરે છે ખેતરમાં કામ

નવી દિલ્હી : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર હાલમાં 82 વર્ષના છે પણ આજે પણ ઉર્જાથી સભર છે. હાલમાં ધર્મેન્દ્ર બોલિવૂડના ગ્લેરમથી દૂર છે અને ખેતી કરી રહ્યા છે. હકીકતમાં હાલમાં ધર્મેન્દ્રના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનેક વીડિયો નાખવામાં આવ્યા છે. આ વીડિયોમાં તે પોતાની ગાયને ચારો ખવડાવતા તેમજ ખેતી કરતા દેખાય છે. આ વીડિયોમાં ધર્મેન્દ્ર સંદેશ આપે છે કે work is worship.

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

 

A post shared by Dharmendra Deol (@aapkadharam) on

એક વીડિયોમાં ધર્મેન્દ્ર તેણે રોપેલા અલફાન્ઝો કેરીના આંબા વિશે બહુ ખુશીથી વાત કરે છે.  બીજા વીડિયોમાં તે ખેતીને લગતી પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. 

ધર્મેન્દ્રનો જન્મ પંજાબના લુધિયાણાના નસરાલી ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 58 વર્ષથી ફિલ્મ ઇ્ન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેમણે 1960માં ફિલ્મ 'હમ ભી તેરે દિલ ભી તેરા'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. તેઓ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે અને બહુ જલ્દી દીકરાઓ સાથે 'યમલા પગલા દીવાના ફિર સે'માં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news