jammu and kashmir મુદ્દે હલચલ તેજ, ફારૂક, મેહબૂબા અને આઝાદ સહિત 14 નેતાઓને મળ્યું આમંત્રણ

જમ્મુ-કાશ્મીરને લઈને આગળની યોજનાઓ પર ચર્ચા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ નેતાઓનો સંપર્ક કર્યો છે અને પીએણ મોદીના આવાસ પર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે.

 jammu and kashmir મુદ્દે હલચલ તેજ, ફારૂક, મેહબૂબા અને આઝાદ સહિત 14 નેતાઓને મળ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની અટકળો વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશને લઈને હલચલ વધી ગઈ છે. પ્રધાનમંત્રી સાથે મુલાકાત માટે 14 નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓ સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નેતાઓને 24 જૂને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ પ્રથમવાર આ પ્રકારે યોજાઈ રહેલી બેઠકમાં બધા નેતાઓને કોરોના રિપોર્ટ પણ સાથે લાવવાનું કહેવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરને લઈને આગળની યોજનાઓ પર ચર્ચા માટે કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ આ નેતાઓનો સંપર્ક કર્યો છે અને પીએણ મોદીના આવાસ પર મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. જે નેતાઓને બોલાવવામાં આવ્યા છે તેમાં ચાર પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, તેમના પુત્ર ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ અને પીડીપી નેતા મેહબૂબા મુફ્તી સામેલ છે. 

જમ્મુકાશ્મીરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા તારા ચંદ, પીપીલ્સ કોન્ફરન્સના લીડર મુઝફ્ફર હુસૈન બેગ, અને 
ભાજપ નેતા નિર્મલ સિંહ અને કવીન્દ્ર ગુપ્તાને પણ બોલાવવામાં આવ્યા છે. આ સિવાય સીપીઆઈ (એમ) નેતા મોહમ્મદ યુસૂફ તારાગામી, જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના ચીફ અલ્તાફ બુખારી, પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન, પૈંથર્સ પાર્ટીના નેતા ભીમ સિંહને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

આર્ટિકલ 370ને હટાવી રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરી પ્રથમવાર આ પ્રકારની બેઠક થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેટલાક અન્ય મંત્રીઓ હાજર રહી શકે છે. અટકળો છે કે કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારીમાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news