અરૂણ જેટલીના પરિવારને મળવા પહોંચ્યા PM મોદી, વ્યક્ત કરી સંવેદના

ત્રણ દેશના વિદેશ પ્રવાસથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દિવંગત અરૂણ જેટલીના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે

અરૂણ જેટલીના પરિવારને મળવા પહોંચ્યા PM મોદી, વ્યક્ત કરી સંવેદના

નવી દિલ્હી: ત્રણ દેશના વિદેશ પ્રવાસથી પરત ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પહેલા દિવંગત અરૂણ જેટલીના પરિવારને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. પીએમની સાથે ગૃહ મંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાં છે. પીએમ મોદીએ અરૂણ જેટલીની પત્ની સંગીતા, પુત્ર રોહન અને પુત્રી સોનિયા સાથે મુલાકાત કરી છે. સૌથી પહેલા પીએમ મોદીએ અરૂણ જેટલીની તસવીર પર પુષ્પ અર્પણ કરી તેમને નમન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અરૂણ જેટલીના પરિવારની સાથે બેઠા અને તે દરમિયાન તેમની અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.

જણાવી દઇએ કે અરૂણ જેટલીના નિધન સમયે વિદેશ પ્રવાસ પર હોવાના કારણે પીએમ મોદી ભારતમાં ન હતા.

— ANI (@ANI) August 27, 2019

જોકે, પીએમ મોદીએ અરૂણ જેટલીના પરિવારજનો સાથે ફોન પર વાત કરી હતી. તેમણે અરૂણ જટેલીની પત્ની અને પુત્ર સાથે ફોન પર વાત કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. અરૂણ જેટલીના પરિવારે અપીલ કરી હતી કે પીએમ મોદી તેમનો વિદેશ પ્રવાસ રદ ના કરે. ત્યારબાદ પીએમ મોદીને બહેરીન અને ફ્રાન્સ પણ જવાનું હતું. પીએમ ત્રણ દેશોની વિદેશ યાત્રાથી આજે સવારે ભારત પરત ફર્યા છે.

અરૂણ જેટલીના નિધનના સમાચાર પીએમ મોદીને યૂએઈમાં મળ્યા હતા. તેમણે અરૂણ જેટલીના નિધનને એક મોટી ખોટ ગણાવતા તેમના જીવનમાંથી એક મિત્ર જવાની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, અરૂણ જટેલીનું રાષ્ટ્ર નિર્માણમાં મહત્વનું યોગદાન છે. મેં તેમના રૂપમાં એક સારો મિત્ર ગુમાવ્યો છે. અરૂણ જેટલીજી રાજકીય દિગ્ગજ હતા. પીએમ મોદીએ કહ્યું કે જેટલીજીએ ઘણી મોટી જવાદારીઓ નિભાવી છે. અમને હંમેશા તેમની ખોટ વર્તાશે. અરૂણ જેટલી જેવી સમજદારી બહુ ઓછા નેતાઓમાં હોય છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news