SBI શેર આજે અપાવી શકે છે મોટો ફાયદો, આ શેરમાં રોકાણથી થઇ શકો છો 'માલામાલ'
Stock Market : શેર બજારમાં સોમવારની તેજી બાદ આજે મંગળવારે પણ રોકાણકારો માટે સારી આશા સેવાઇ રહી છે. સુત્રોના અનુસાર એસબીઆઇ શેર આજે ફાયદો અપાવી શકે એમ છે. રોકાણ કરવાથી માલામાલ થવાની પણ શક્યતાઓ જોવાઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી : શેર બજારમાં સોમવારે તેજીનો તરખાટ જોવા મળતાં રોકાણકારો માટે સારી આશા સેવાઇ રહી છે. આજે રોકાણકારોને મોટો ફાયદો થવાની પણ આશા જોવાઇ રહી છે. ફાયદા કરાવી જનાર શેરની વાત કરીએ તો આમાં ત્રણ મજબૂત શેર પીએનબી, એસબીઆઇ અને બેંક ઓફ બરોડા કહી શકાય એમ છે. આમાં શોટ કવરિંગનું પણ પ્રેશર છે. આ સંજોગોમાં બેંકો પાસે પૈસા આવે તો એ એનબીએફસી અને રીયલ એસ્ટેટમાં જશે. જેથી ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ આજે મજબૂત શેર માનવામાં આવે છે. આ માટે 525 ટારગેટ છે અને સ્ટોપ લોસ 475 છે. ફાયદો લેવા માટે 66 રૂપિયાનો ટારગેટ રાખો અને સ્ટોપ લોસ માટે 53 રૂપિયા રાખો એવું બજારના એક્સપર્ટનું કહેવું છે.
સિમેન્ટ કંપનીઓને પણ ફાયદો થઇ શકે એમ છે. બિરલા ગ્રુપની કંપની ઓરિએન્ટ સિમેન્ટને પણ ફાયદો મળી શકે એમ છે. બની શકે છે કે રિઅલ એસ્ટેટ માટે સરકાર આગામી સમયમાં મોટી જાહેરાત પણ કરી શકે એમ છે. જૈન ઇરિગેશન લિક્વિડીટી પડકાર સામે કંપની ઝઝુમી રહી છે. પરંતુ દિશામાં પણ કામ થઇ રહ્યું છે. આ શેર માટે 22નું લક્ષ્ય રાખો અને સ્ટોપ લોસ માટે 18.5 ટારગેટ રાખો. વેદાન્તા, હિંડાલ્કો, જેએસડબલ્ય, સ્ટીલ અને હિંડાલકોને આજે બજારની ધારણા મુજબ મોખરે ગણી શકાય એમ છે.
#FastMoney | जानिए आज इंट्रा-डे ट्रेडिंग में बाजार की पिच पर धमाल मचाने वाले 20 धमाकेदार कॉल। @AnilSinghvi_ pic.twitter.com/uFKRdqFosY
— Zee Business (@ZeeBusiness) August 27, 2019
આ ઉપરાંત ખરીદીવાળા અન્ય શેરની વાત કરીએ તો એમાં અન્ય બેંકોના શેર પણ આવી શકે છે. જેમાં રોકડની સમસ્યાઓ છે જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, આઇડીબીઆઇ બેંક, યૂકો બેંક અને બેંક ઓફ કોમર્સ જેવી બેંકો છે જેમને સરકાર દ્વારા આપ્યોલા બૂસ્ટરથી ફાયદો થતો જોઇ શકાય છે. ઉપરાંત એસએમએમ ફાર્મા, અદાણી પોર્ટ, એસઆરએફ સેલસ ઉજ્જીવન, ઇક્કિટાસ હોલ્ડિંગ જેવા શેર ખરીદવાની સલાહ વ્યક્ત કરાઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે