ભારત વિરૂદ્ધ રોહિંગ્યાને ભડકાવી રહ્યું છે પાકિસ્તાન, આપી રહ્યા છે આતંકી ટ્રેનિંગ

બોર્ડર સુરક્ષા દળના સૂત્રોના અહેવાલ અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને રોહિંગ્યાની સાઠગાંઠનો પર્દોફાશ થયો છે. સમાચાર સામે આવી રહ્યાં છે કે, આતંકી સંગઠન JeMના હેન્ડલર્સ રોહિંગ્યાઓનું બ્રેન વૉશ કરી તેમને કટ્ટરપંથી તરફ આકર્ષિત કરી રહ્યાં છે

ભારત વિરૂદ્ધ રોહિંગ્યાને ભડકાવી રહ્યું છે પાકિસ્તાન, આપી રહ્યા છે આતંકી ટ્રેનિંગ

નવી દિલ્હી: બોર્ડર સુરક્ષા દળના સૂત્રોના અહેવાલ અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને રોહિંગ્યાની સાઠગાંઠનો પર્દોફાશ થયો છે. સમાચાર સામે આવી રહ્યાં છે કે, આતંકી સંગઠન JeMના હેન્ડલર્સ રોહિંગ્યાઓનું બ્રેન વૉશ કરી તેમને કટ્ટરપંથી તરફ આકર્ષિત કરી રહ્યાં છે. બીએસએફની રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે કે, પાકિસ્તાનમાં બેઠેલા JeMના આતંકી કમાન્ડર સાબેર અહમદ બાંગ્લાદેશના કોક્સ બજારમાં રોહિંગ્યાને ટ્રેંડ કરી ભારતની સામે ભડકાવવાનું કામ કરી રહ્યાં છે. ઝી ન્યૂઝના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર JeMના બાંગ્લાદેશમાં હાજર હેન્ડલર મૌલાના યૂનુસે તાજેતરમાં જ 4 રોહિંગ્યાને આતંકી હુમલાની ટ્રેનિંગ આપી છે.

બીએસએફ સૂત્રોના જણાવ્યા અનુસાર જૈશના આતંકી બાગ્લાદેશમાં હરિનમારાના પર્વતોમાં રોહિંગ્યાને ટ્રેનિંગ આપી રહ્યાં છે. બાંગ્લાદેશના કોક્સ બજારમાં આ સમય હજારોની સંખ્યામાં રોહિંગ્યા શરણાર્થી હાજર છે. જેમને ભારતની સામે આતંકના માર્ગ પર મોકલવા માટે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ જૈશ એ મોહમ્મદના બાંગ્લાદેશમાં હાજર સ્લીપર સેલ દ્વારા છેતરપિંડી કરી રહી છે.

ભારતીય સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર કરી રહ્યું છે પાકિસ્તાન, ISIએ જૈશને સોંપી જવાબદારી
પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઇએસઆઇ ભારતમાં મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપવાના પ્રયત્નમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આઇએસઆઇએ આતંકિઓને ભારતીય સુરક્ષા દળો પર મોટો હુમલો કરવાના છે. ગુપ્ત સુત્રોનું માનીએ તો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઓપરેશન કમાન્ડર અબ્દુલ રઉફ અસગરને ભારતીય સુરક્ષા દળો પર હુમલો કરવા કહ્યું છે.

અહેવાલ છે કે અબ્દુલ રઉફ અસગરના 30 થી 40 આતંકવાદીઓના જૂથને લાઇવ ઓફ કંટ્રોલની બાજુમાં આવેલા લોન્ચિંગ પેડ પર મોકલવામાં આવ્યો છે. આ તમામ આતંકવાદીઓ ભારતીય સૈનિકો પર BAT કાવતરું ઘડી રહ્યા છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news