આવતી કાલે UNSCની ઉચ્ચ સ્તરીય બેઠક, PM Modi કરશે અધ્યક્ષતા, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી Enhancing Maritime Security: A Case For International Cooperation પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે.

આવતી કાલે UNSCની ઉચ્ચ સ્તરીય બેઠક, PM Modi કરશે અધ્યક્ષતા, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતી કાલે એટલે કે સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી Enhancing Maritime Security: A Case For International Cooperation પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે આજે આ જાણકારી આપી. 

— Narendra Modi (@narendramodi) August 8, 2021

આ હાઈ લેવલ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના સભ્ય દેશોના અનેક રાષ્ટ્રાધ્યક્ષ, સરકારોના પ્રમુખ, પ્રમુખ ક્ષેત્રીય સંગઠનોના ઉચ્ચ સ્તરીય બ્રીફર્સ હાજર રહેશે. આવતી કાલે 9મી ઓગસ્ટે સાંજે 5.30 વાગે કોન્ફરન્સિંગના માધ્યમથી થનારી ખુલ્લી ચર્ચામાં સમુદ્રી અપરાધ અને અસુરક્ષાનો પ્રભાવી ઢબે મુકાબલો કરવા અને સમુદ્રી ક્ષેત્રમાં સમન્વયને મજબૂત કરવાની રીતો પર ચર્ચા થશે. 

— Arindam Bagchi (@MEAIndia) August 8, 2021

પહેલીવાર PM મોદી કરશે અધ્યક્ષતા
આ પહેલીવાર બનશે કે જ્યારે એક ભારતીય પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીના જણાવ્યા મુજબ 'અન્ય બે મુખ્ય ક્ષેત્રો પર અમારી યોજના વિદેશ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરવાની છે.' અત્રે જણાવવાનું કે ભારત એક જાન્યુઆરીથી બે વર્ષ માટે યુએનએસસીનો અસ્થાયી સભ્ય દેશ છે. અસ્થાયી સભ્ય તરીકે UNSCમાં ભારતનો આ સાતમો કાર્યકાળ છે. ભારત ઓગસ્ટ મહિના માટે UNSC ની અધ્યક્ષતા કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news