પી.એમ મોદીએ કુમાસ્વામી સાથે ફોન પર વાત કરી આપ્યું દરેક સંભવ મદદ માટે આશ્વાસન
કર્નાટકના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂર આવતા લોકો બન્યા બેહાલ
Trending Photos
નવી દિલ્હી: કર્નાટકમાં આવેલા ભારે વરસાદના પગલે ભૂસ્ખલન અને પૂર જેવી સ્થિતીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પૂરને ધ્યાને રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્નાટકના સી.એમ એચ.ડી કુમાર સ્વામી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ અંગે ટ્વિટર પર જાણકારી આપી હતી.
પી.એમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે, ‘કર્નાટકમાં આવેલા પૂરની પરિસ્થિતી સામે લડવા માટે , બચાવ અને રાહત કાર્યો માટે કેન્દ્ર સરકાર તમામ પ્રકારની સંભવ મદદ કરશે. અને હુ પ્રાર્થના કરૂ છું કે પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકો સુરક્ષિત રીતે બહાર નિકળીજાય. જ્યારે કર્નાટકના સી.એમએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી પરિસ્થિતીનું નિરિક્ષણ કર્યું હતું.
Spoke to Karnataka CM Shri @hd_kumaraswamy Ji regarding the flood situation in parts of the state. Extended all possible support in the rescue and relief operations. I pray for the safety and well-being of those in the flood affected areas. @CMofKarnataka
— Narendra Modi (@narendramodi) August 19, 2018
પૂરમાં ફસાયેલા લોકોની સંખ્યા આશરે 1500
કુમારસ્વામીએ કહ્યું કે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં પડેલા વરસાદથી ભૂસ્ખલના કારણે અને પૂરથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પૂર અને ભૂસ્ખલનના કરાણે અલગ-અલગ વિસ્તારોમાં આશરે 1500 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે બચાવ દળના લોકો ખરાબ મૌસમના કારણે અધિકારીઓને ફસાયેલા લોકો સુધી પહોચવામાં તકલીફ પડી રહી છે. પરંતુ તેમને બચાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
કેરળમાં પણ પૂરથી થયું કરોડોનું નુકશાન
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. પરંતુ તેનાથી કેરળ પ્રભાવિત થશે નહીં. આ બાજુ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને જણાવ્યું કે શનિવારે રાજ્યમાં 33 લોકોના મોત થયા . વરસાદ અને પૂરથી પ્રભાવિત કેરળમાં મૃતકોની સંખ્યા 357 થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂરના કારણે રાજ્યને 19,512 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે