સિદ્ધુએ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખને ભેટીને સારું કર્યું નથીઃ કેપ્ટન અમરિંદર સિંઘ

શુક્રવારે ઈમરાન ખાને પાકિસ્તાનના નવા વડા પ્રધાન તરીકે સોગંધ લીધા હતા. આ સોગંધવિધિ સમારોહમાં ભાગ લેવા માટે ભારતના
અનેક નેતા અને ખેલાડીઓને તેમણે આમંત્રણ મોકલ્યું હતું. 

સિદ્ધુએ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખને ભેટીને સારું કર્યું નથીઃ કેપ્ટન અમરિંદર સિંઘ

નવી દિલ્હીઃ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનમાં નવા ચૂંટાયેલા વડા પ્રધાન ઈમરાન ખાનની સોગંધવિધિમાં ભાગ લઈને ભારત પાછા આવી ગયા છે. જોકે, તેઓ પાકિસ્તાનથી પોતાની સાથે કેટલાક વિવાદો પણ લેતા આવ્યા છે. સિદ્ધુના પાકિસ્તાન પ્રવાસ પર તમામ વિરોધ પક્ષો જાત-જાતના પ્રશ્નો પુછી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ કેટલીક બાબતોમાં સિદ્ધુ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. 

ઈમરાન ખાને સોગંધવિધિ સમારોહમાં હાજરી આપવા માટે ભારતમાં અનેક લોકોને આમંત્રણ પાઠવ્યું હતું, પરંતુ માત્ર પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિદ્ધુ જ આ સમારોહમાં સામેલ થયા હતા. 

 पाकिस्तान से लौटकर बोले सिद्धू- 'पूरी उम्र जो नहीं मिला वह 2 दिन में मिला है'

પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા સમારોહમાં પહોંચવાની સાથે જ પ્રથમ લાઈનમાં ગયા હતા જ્યાં સિદ્ધુ અન્ય મહેમાનો સાથે બેઠા હતા. સિદ્ધુ એ લાઈનમાં પાક અધિકૃત કાશ્મીર (પીઓકે)ના રાષ્ટ્રપતિ મસુદ ખાનની બાજુમાં બેઠા હતા. જનરલ બાજવા સિદ્ધુને ગળે લાગ્યા હતા અને પછી બંને વચ્ચે ટૂંકી વાતચીત પણ થઈ હતી. બંનેએ હસતા-હસતા વાત કરી હતી અને વાતચીત દરમિયાન જ ફરી એક વખત એક-બીજાને ભેટી પડ્યા હતા.

Sidhu

આ અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જણાવ્યું કે, ઈમરાન ખાનની સોગંધવિધિમાં સામેલ થવા માટે સિદ્ધુ પોતાના અંગત સંબંધોને કારણે ગયા હતા. ઈમરાન ખાન તેમના મિત્ર છે, એટલા માટે તેઓ ત્યાં ગયા હતા. તેમના પાક પ્રવાસ સાથે પક્ષ કે સરકારને કોઈ લેવા-દેવા નથી. પીઓકેના રાષ્ટ્રપતિ સાથે બેસવાના સવાલ અંગે કેપ્ટને જણાવ્યું કે, પાક અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ મસુદ ખાન સાથે સિદ્ધુ કદાચ એટલા માટે બેઠા હશે, કેમ કે તેઓ એ જાણતા નહીં હોય કે ત્યાં કોણ-કોણ બેઠું છે. 

જોકે, કેપ્ટને પાકિસ્તાની સેના પ્રમુખને ભેટવા અંગેની બાબતને અયોગ્ય ઠેરવી હતી. તેમણે જણાવ્યું કે, આપણી સરહદ પર દરરોજ આપણા જવાન શહીદ થઈ રહ્યા છે અને આ બધું જ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ બાજવાના ઈશારે થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સિદ્ધુએ પાકિસ્તાનના સૈન્ય પ્રમુખને ભેટવું ન જોઈએ. પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જો સિદ્ધુ એમ જણાવે છે કે તે જનરલ બાજવાને ઓળખતા ન હતા તો બાજવાના ડ્રેસ પર તેમની નેમ પ્લેટ લાગેલી હતી. 

ભાજપે ઉઠાવ્યો વાંધો 
પાકિસ્તાન સૈન્ય પ્રમુખ સાથે ભેટવા અંગે ભાજપ સહિત અનેક પક્ષોએ સિદ્ધુને આડે હાથ લીધા છે. હરિયાણાના મંત્રી અનિલ વિજે જણાવ્યું કે, સિદ્ધુએ એવા સમયમાં ધામધૂમ શોક મનાવી રહ્યો છે. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે, આ ખુબ જ ગંભીર મુદ્દો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ બોલાવીને જણાવવું જોઈએ કે, શું તેઓ સિદ્ધુ દ્વારા બાજવાને ભેટવાની બાબતને ટેકો આપે છે કે નહીં? જો ના, તો તેઓ શું કાર્યવાહી કરી રહ્યા છે? શું તેઓ સિદ્ધુના સ્વદેશ પરત ફરતા પહેલાં તેમને સસ્પેન્ડ કરી દેશે? દેશને સ્પષ્ટ જવાબ જોઈએ છે. 

સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પાસે એવો જવાબ પણ માગ્યો છે કે, શું તેમની પાર્ટીએ પંજાબના મંત્રીને ઈમરાન ખાનની સોગંધવિધિમાં ભાગ લેવા માટે મંજૂરી આપી હતી. પાત્રાએ જણાવ્યું કે, સિદ્ધુ કેવી રીતે બાજવાને કારણે નિર્દોષ નાગરિકો અને જવાનોની શહિદીને ભુલી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news