NCC કાર્યક્રમમાં બોલ્યા PM Modi, વાયરસ હોય કે સરહદનો પડકાર, ભારત મજબૂતાઈથી દરેક પગલું ભરવામાં સક્ષમ
PM Modi એ કહ્યું કે ગત વર્ષે દેખાડી દીધુ કે વાયરસ હોય કે પછી બોર્ડરનો પડકાર, ભારત પોતાની રક્ષા માટે પૂરી મજબૂતાઈથી દરેક પગલું ભરવામાં સક્ષમ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ દિલ્હીમાં આજે રાષ્ટ્રીય કેડેટ કોર (NCC) ના કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓર્નર અપાયું. આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) , ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેના પ્રમુખ પણ હાજર રહ્યા. કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન અલગ અલગ રાજ્યોની પરેડ કાઢવામાં આવી. પીએમ મોદીએ તમામ પરેડનું નિરીક્ષણ કર્યું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે બંધારણમાં નાગરિક કર્તવ્યની વાત કરવામાં આવી છે. તેમનું પાલન કરવું એ તમામની જવાબદારી છે.
ભારત દરેક મોરચે સક્ષમ
પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે ગત વર્ષે દેખાડી દીધુ કે વાયરસ (Corona Virus) હોય કે પછી બોર્ડર (Border) નો પડકાર, ભારત પોતાની રક્ષા માટે પૂરી મજબૂતાઈથી દરેક પગલું ભરવામાં સક્ષમ છે. રસીનું સુરક્ષા કવચ હોય કે પછી ભારતને પડકારનારાના ઈરાદાઓને આધુનિક મિસાઈલથી ધ્વસ્ત કરવા...ભારત દરેક મોરચે સમર્થ છે. આજે દેશ બે કોરોના રસી (Corona Vaccine) બનાવી ચૂક્યો છે, સેનાનું પણ આધુનિકીકરણ થઈ રહ્યું છે. દેશને બે વધુ રાફેલ વિમાન મળી ગયા છે. જે હવામાં જ રિફ્યૂલિંગ કરી શકે છે. હવે સેનાની જરૂરિયાતો પણ ભારતમાં જ પૂરી કરવામાં આવી રહી છે.
बीते साल भारत ने दिखाया है कि वायरस हो या बॉर्डर की चुनौती,
भारत अपनी रक्षा के लिए पूरी मजबूती से हर कदम उठाने में सक्षम है।
वैक्सीन का सुरक्षा कवच हो या फिर भारत को चुनौती देने वालों के इरादों को आधुनिक मिसाइल से ध्वस्त करना, भारत हर मोर्चे पर समर्थ है।
- पीएम
— BJP (@BJP4India) January 28, 2021
નાગરિક કર્તવ્ય નિભાવવા એ તમામની જવાબદારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એનસીસી કાર્યક્રમને કરેલા સંબોધનમાં કહ્યું કે અહીં આવીને હંમેશા સુખદ અનુભૂતિ થાય છે, દરેકને ગર્વ થાય છે. જે દેશોમાં સમાજમાં અનુશાસન હોય છે, તે દેશ દરેક ક્ષેત્રમાં પરચમ લહેરાવે છે. તમામ યુવાઓએ પોતાની સાથે આસપાસના લોકોને પણ અનુશાસન શિખવાડવું જોઈએ.
પીએમ મોદીએ કહ્યું કે દેશમાં જ્યાં પણ કોઈ મહત્વપૂર્ણ કામ થાય છે ત્યાં હંમેશા એનસીસી કેડેટ્સ પહોંચી જાય છે અને સંકટ સમયે પણ મદદ કરવા પહોંચે છે. બંધારણમાં નાગરિક કર્તવ્યની વાત કરવામાં આવી છે. તેમને નિભાવવા બધાની જવાબદારી છે. દેશમાં એક સમયે નક્સલવાદ મોટી સમસ્યા હતી, પરંતુ લોકોની જાગરૂકતાના કારણે નક્સલવાદની કમર તૂટી ગઈ.
NCC ને અપાઈ રહી છે મોટી જવાબદારી
પીએમ મોદીએ કહ્યું કે એનસીસીની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવશે, સરહદી-સમુદ્રી વિસ્તારોની સુરક્ષા સાથે જોડાયેલા નેટવર્કને સશક્ત કરવા માટે એનસીસીની ભાગીદારી વધારવામાં આવી રહી છે. આ માટે એક લાખ કેડેટ્સને ટ્રેનિંગ અપાઈ રહી છે. સરકાર તરફથી NCC કેડેટ્સની તાકાત પણ વધારવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે હવે વિદ્યાર્થીનીઓ પણ મોટી સંખ્યામાં કેડેટ્સનો ભાગ બની રહી છે.
ये कालखंड चुनौतीपूर्ण तो रहा लेकिन ये अपने साथ अवसर भी लाया।
अवसर, चुनौतियों से निपटने का विजयी बनने का।
अवसर, देश के लिए कुछ कर गुजरने का।
अवसर, देश की क्षमताएं बढ़ाने का।
अवसर, आत्मनिर्भर बनने का।
अवसर, साधारण से असाधारण और असाधारण से सर्वश्रेष्ठ बनने का।
- पीएम pic.twitter.com/bJh20Ibdad
— BJP (@BJP4India) January 28, 2021
તેમણે કહ્યું કે દીવાળી પર જ્યારે હું લોન્ગેવાલા પોસ્ટ ગયો હતો તો અનેક ઓફિસરોની મુલાકાત કરી. વર્ષ 1971 ના યુદ્ધમાં તે પોસ્ટ પર જવાનોએ નિર્ણાયક જીત મેળવી હતી. ત્યારે પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન પૂર્વ-પશ્ચિમની પોસ્ટ પર ભારતે તેમને ધૂળ ચટાડી હહતી. તે જંગમાં મળેલી જીતને હવે 50 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કરશે, નેતાજીની પણ જયંતી મનાવવામાં આવી રહી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝે દુનિયાની સૌથી મજબૂત સત્તાને હલાવી દીધી હતી. પીએમએ કહ્યું કે 20147માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે આજના પ્રયાસ બધાને મજબૂતાઈ આપશે.
અત્રે જણાવવાનું કે દર વર્ષે દિલ્હીમાં NCC નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. જ્યાં પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ તરીકે હોય છે. અલગ અલગ રાજ્યોમાંથી NCC સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ માટે લાંબી તૈયારી કરતા હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે