આજે પ્રમુખ સ્વામી મહારાજનું સપનું સાકાર થયું, અબુધાબીમાં BAPS મંદિરનું ઉદ્ઘાટન કરી બોલ્યા પીએમ મોદી
Abu Dhabi Mandir: અબુધાબીમાં પીએમ નરેન્દ્ર મોદીએ બીએપીએસ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. મંદિર 700 કરોડના ખર્ચથી બન્યું છે, જે 27 એકર જમીનમાં ફેલાયેલું છે. પીએમ મોદીએ મંદિરમાં મહંત સ્વામીના આશીર્વાદ લીધા અને આરતી કરી હતી.
Trending Photos
અબુધાબીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અબુધાબીમાં ખાડીના સૌથી મોટા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ વૈશ્વિક આરતીમાં ભાગ લીધો જે એક સાથે દુનિયા ભરના BAPS મંદિરોમાં કરવામાં આવી હતી. 1200થી વધુ મંદિરોમાં આ આરતી કરવામાં આવી હતી. મંદિર 27 એકરમાં બનેલું છે. પીએમ મોદીએ સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સંબોધન પણ કર્યું હતું.
મંદિરના ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે આ સમય ભારતના અમૃતકાળનો સમય છે. પાછલા મહિને અયોધ્યામાં ભવ્ય હિન્દુ મંદિરનું સદીઓ જૂનું સપનું પૂરુ થયું છે. રામલલા પોતાના ભવનમાં બિરાજમાન છે. અયોધ્યાથી આપણે મળેલા તે પરમ આનંદને આજે અબુધાબીમાં મળેલી ખુશીની લહેરે વધારી દીધો છે. આ મારૂ સૌભાગ્ય છે કે હું પહેલા અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર અને પછી હવે અબુધાબીના આ મંદિરનો સાક્ષી બન્યો છું. પીએમ મોદીએ રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશ આ સમયે પ્રેમ અને ભાવમાં ડૂબેલો છે. તે સાંભળીને લોકોએ શ્રી રામના નારા લગાવ્યા હતા.
પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનો આભાર માન્યો હતો. લોકોએ ઉભા થઈને રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.
#WATCH | At the inauguration of BAPS Hindu temple in Abu Dhabi, PM Modi says, "...I worship Maa Bharti. 'parmatma ne mujhe jitna samay dia hai uska har pal Maa Bharti kay liye hai'..." pic.twitter.com/YUvXmDiuut
— ANI (@ANI) February 14, 2024
પીએમ મોદીએ કહ્યું કે આજે વસંત પંચમીનો પણ પવિત્ર તહેવાર છે. પર્વ મા સરસ્વતીનું પર્વ છે. મા સરસ્વતી એટલે કેબુદ્ધિ અને વિવેકના, માનવીય પ્રજ્ઞા અને ચેતનાના દેવી. આ માનવીય પ્રજ્ઞા છે કે જેણે આપણે જીવનમાં સહકાર, સંપ, સમન્વય અને સંવાદિતા જેવા આદર્શોને અમલમાં મૂકવાની સમજ આપી. હું આશા રાખું છું કે આ મંદિર માનવતાના સારા ભવિષ્યની વસંતનું પણ સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
#WATCH | In Abu Dhabi, PM Modi says, "The Vice-president of UAE has announced to give land in Dubai for the construction of a hospital for Indian workers." pic.twitter.com/jqbeJ8Mbvy
— ANI (@ANI) February 14, 2024
આ ક્ષણ પાછળ વર્ષોની મહેનત લાગી છે. તેમાં વર્ષો જૂનું સપનું જોડાયેલું છે. તેમાં ભગવાન સ્વામીનારાયણના આશીર્વાદ જોડાયેલા છે. આજે પ્રમુખ સ્વામી જે દિવ્ય લોકમાં હશે, તેમની આત્મા જ્યાં હશે. ત્યાં પ્રસન્નતાનો અનુભવ કરી રહી હશે. પીએમ મોદીએ કહ્યું કે યુએઈ બુર્ઝ ખલીફા અને ફ્યૂચર મ્યૂઝિયમ માટે જાણીતું હતું. તેમાં વધુ એક સાંસ્કૃતિક ઈમારત જોડાઈ ગઈ છે.
યુએઈની સરકારે ક્ષમતા દેખાડી, જેણે 140 કરોડ ભારતવાસીઓના દિલ જીતી લીધા છે. મંદિર નિર્માણમાં યુએઈ સરકારની જેટલી પ્રશંસા કરવામાં આવે એટલી ઓછી છે. પરંતુ તેમાં સૌથી મોટું યોગદાન મારા ભાઈ શેક મોહમ્મદ બિન ઝાયદનું છે.
પીએમ મોદીએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનું સપનું પૂરુ થઈ ગયું છે. મંદિર વિશ્વ માટે સાંપ્રદાયિક પ્રેમભાવ અને વૈશ્વિક એકતાનું પ્રતીક બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે