J&K માં ડ્રોન હુમલા બાદ PM ની હાઈ લેવલ મીટિંગ, શાહ-રાજનાથની સાથે ડોભાલ પણ થયા સામેલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવાસ પર ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે. તો બુધવારે પીએમ મોદી મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા પણ કરશે. 

J&K માં ડ્રોન હુમલા બાદ PM ની હાઈ લેવલ મીટિંગ, શાહ-રાજનાથની સાથે ડોભાલ પણ થયા સામેલ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સત્તાવાર આવાસ 7, લોક કલ્યાણ માર્ગ પર હાઈ લેવલ બેઠક બોલાવી છે. આ બેઠક ડ્રોન હુમલા બાદ બોલાવવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સિવાય એનએસએ અજીત ડોભાલ પણ હાજર રહ્યા છે. 

જમ્મુમાં ભારતીય વાયુ સેનાના બેસ પર થયેલા ડ્રોન હુમલાએ સુરક્ષા એજન્સીઓની સાથે અલગ પ્રકારના પડકાર ઉભા કરી દીધા છે. ડ્રોન એટેક આતંકીઓ માટે લો કોસ્ટ ઓપ્શન બનીને આવ્યો છે. 

— ANI (@ANI) June 29, 2021

પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી બુધવારે પણ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. તેમાં દેશમાં કોવિડની સ્થિતિ, સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવાની તૈયારી અને કેટલાક મંત્રાલયોના કામકાજ પર ચર્ચા થશે. 

જાણવા મળ્યું છે કે બેઠક બુધવારે સાંજે વર્ચ્યુઅલી યોજાવાની છે. તેમાં પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, સભ્ય નીતિ આયોગ ડો. વીકે પોલ તરફથી કોવિડ મહામારીના મેનેજમેન્ટ પર એક પ્રસ્તુતિ આપવાની આશા છે. તે પણ જણાવવામાં આવ્યું છે કે કોવિડ પર વ્યાપક ચર્ચા બેઠકનો મુખ્ય મુદ્દો છે. આ દરમિયાન રોડ અને પરિવહન મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને દૂરસંચાર તરફતી કરેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news